ધરપકડ:જંબુસર ચોકડી પાસેથી બાઇક પર લઇ જવાતો રૂા.31 હજારનો દારૂ ઝડપાયો

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધાનપુરના ખોખરાના બૂટલેગર અને છોટાઉદેપુરના ખેપિયા વિરુદ્ધ ગુનો

ધાનપુર તાલુકાના ખોખરા ગામે જંબુસર ચોકડી ઉપર બાઇક ઉપર પાયલોટિંગ કરી બીજી મોટર સાયકલ ઉપર દારૂ લઇને આવતાં પોલીસે જોઇ બુટલેગર બાઇક લઇને જ્યારે ખેપિયો દારૂ લાદેલી બાઇક રોડની સાઇડ ઉતારી મુકી અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. ધાનપુર પીએસઆઇ બી.એમ.પટેલ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખોખરાના નીલેશ અભેસિંહ તડવીએ મંગાવેલો દારૂનો જથ્થો ભીમસીંગ રાઠવા બાઇક પર લાવી તેના ઘરે આપવા આપવા જવાનો છે અને નીલેશ તેને પાયલોટીંગ કરીને લેવા માટે ગયો હોવાની બાતમી મળી હતી.

જેના આધારે પોલીસે ખોખરા જંબુસર ચોકડી પર રોડથી અંદરની સાઇડે વાહન મુકી દીધું હતું અને ઝાડી ઝાખરામાં સંતાઇને વોચમાં બેઠા હતા. તે દરમિયાન દુરથી બાઇકનું લાઇટ પડતાં અને અવાજ સંભળાતા પોલીસે રોડ પર આડશ કરી ઉભા હતા. ત્યારે બાઇક આવતાં તેને બેટરીના અજવાળે જોતાં ખોખરાનો નીલેશ તડવી બાઇક વાળી ભાગી ગયો હતો.

જ્યારે પાછળ બીજી બાઇક ઉપર કંતાનના થેલામાં દારૂ ભરી આવતાં ચાલકને ઉભી રાખવા જણાવતાં તેને થોડે દૂર બાઇક ઉભી રાખી પાછી વાળવા જતાં નીચે પડી જતાં દારૂ લાદેલી જીજે-34-જે-9191 નંબરની બાઇક મુકી છોટાઉદેપુરના સીગળાજા ગામનો ભીમસીંગ મથુર રાઠવા અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. કંતાનના લગડાની તલાસી લેતાં તેમાંથી દારૂની નાની મોટી કુલ 306 બોટલ જેની કિંમત રૂા.31,500ની મળી આવી હતી. જથ્થો તથા 20,000 રૂ.ની બાઇક મળી કુલ 51,500નો મુદ્દામાલ જપ્ત કરી ધાનપુર પોલીસે ભીમસીંગ તથા નીલેશ વિરૂદ્ધ દારૂનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...