દાહોદ પોલીસ અધિક્ષકે આપેલી સ્પેશ્યલ ડ્રાઇવર દરમિયાન જિલ્લામાં ત્રણ સ્થળેથી વાહનોમાં હેરાફેરી કરતો 1,81,584 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. ફતેપુરાના તેરગોળામાં કાર ચાલક ઝડપાયો હતો. જ્યારે મોટીખરજ તથા ઉધાલમહુડામાં મોટર સાયકલ ચાલકો પોલીસને જોઇ નાસી ગયા હતા. જથ્થો, એક મોબાઇલ અને વાહનો મળી કુલ 7,41,584 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ફતેપુરા પોલીસને દારૂની મળેલી બાતમી આધારે રાજસ્થાન બાજુથી પાટવેલ થઇ ફતેપુરા તરફ આવતા રસ્તે તેરગોળા ગામે ત્રણ રસ્તા ઉપર વોચમાં હતા. તે દરમિયાન બાતમીમાં દર્શાવ્યા મુજબની ઇનોવા ગાડી આવતાં તેના ચાલકને ઉભી રાખવાનો સંકેત કર્યો હતો. ગાડી ઉભી નહી રાખી ઝડપથી ભગાવી લઇ ફતેપુરા બજાર તરફ જતાં રસ્તે ભગાવતાં ટ્રાફિકને કારણે અટવાતાં સંજેલી તાલુકાના પીછોડા ગામના દિલીપ રાજી બારીયાને ઝડપી પાડ્યો હતો. ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની 22 પેટીઓમાં જેમાં 84,000 રૂપિયાની કુલ દારૂ તથા બીયર ટીનની કુલ 720 બોટલો મળી આવી હતી.
જથ્થા વિશે પુછપરછ કરતાં ચાચકપુરના ઉપેન્દ્ર કાળુ ભેદી સાથે ભાગીદારીમાં જથ્થો લાવી વેચાણ કરવાનું નક્કી કરી રાજસ્થાનના બાંસવાડાના ફળવાના કાન્તીભાઇ લાલજીભાઇ મીણાના દારૂના ઉપરથી મહેશ ઉર્ફે મનુ કનૈયાલાલ કલાલે ભરાવી આપતાં પોતાની ગાડીમાં લઇને આવતો હોવાનું જણાવ્યું હતું. જથ્થો તથા રૂપિયા 5,000નો એક મોબાઇલ તથા રૂપિયા 5,00,000 લાખની ગાડી મળી કુલ 5,89,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
દાહોદ એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. બી.એ.પરમાર તથા સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન મોટી ખરજ ગામે શંકાસ્પદ એક્ટિવા ચાલકને રોકતાં તેને ગાડી ઉભી નહી ઝડપથી ભગાવતા પોલીસે પીછો કરતા એસ.આર. પેટ્રોલપંપની સામે રસ્તાની સાઇડમાં ઉભી રાખી એક્ટિવા મુકી ચાલક મોટી ખરજ ગામનો સંદિપ ભોપા ભાભોર નાસી ગયો હતો. તપાસ કરતાં 41,088 રૂપિયાની ઇંગ્લિશ દારૂની 8 પેટી જેમાં 384 ક્વાટરીયા મળી આવ્યા હતા.
તેવી જ રીતે ધાનપુરના ઉધલમહુડા જંગલના રસ્તે પોલીસ વોચમાં હતી. તે દરમિયાન બાતમીવાળી મોટર સાયકલનો ચાલક પોલીસને જોઇ મોટર સાયકલ મુકી જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો. જ્યારે બાઇક ઉપર લાગેલા કંતાનના થેલાના લગડાની તલાસી લેતાં 56,496 રૂપિયાના ઇંગ્લિશ દારૂના 528 ક્વાટરીયા મળી આવ્યા હતા. જથ્થો તથા 30,000 રૂપિયાની મોટર સાયકલ મળી કુલ 86,496 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી નાસી ગયેલા બાઇક ચાલક વિરૂદ્ધ ધાનપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.