કાર્યવાહી:દાહોદ જિલ્લાના વિવિધ 3 સ્થળેથી ઘરમાંથી દારૂ જપ્ત

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સહિત 3 સામે પોલીસ કાર્યવાહી

મોટી ખજુરીનો તેરસીંગ ડાયરા તેમજ ભરસડાની વનિતાબેન સંગાડા તથા દેલસરનો રાજેશ સાંસી ઘરમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતાની બાતમી મળતાં પોલીસે ત્રણેના ઘરે છાપો માર્યો હતો. પોલીસનો છાપા દરમિયાન તેરસીંગ ડાયરા, વનિતા સંગાડા રાજેશ સાંસી હાજર નહી મળતાં ઘરમાં તલાસી લેતાં તેરસીંગના ઘરમાંથી વિદેશી દારૂ કિંમત 2120નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

જ્યારે વનિતાના ઘરમાંથી લંડન પ્રાઇડ પ્રિમિયમ વિસ્કીની 180 મીલીની 20 બોટલ જેની કિંમત 2000મળી આવી હતી. તેમજ રાજેશ ઉર્ફે ઘોડા સાંસીના ઘરમાંથી વિદેશી દારૂ દારૂની અલક અલગ માર્કાની નાની મોટી 30 બોટલો જેની કિંમત 4800ની મળી આવતાં મુદ્દામાલ કબ્જે લઇ સંબંધીત પોલીસે એક મહિલા સહિત ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...