સમજાવટ:ઉજ્જૈનથી પતિથી રીસાઇને દાહોદ આવેલી પત્નીને સમજાવટ બાદ પુન: સોપી દેવાઇ

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ રેલવે સ્ટેશને આરપીએફે શંકા આધારે પૂછપરછ કરી હતી
  • પતિનો સંપર્ક કરી દંપતિ વચ્ચે સમજાવટ કરાવી પરત ઘરે રવાના કરાયા

ઉજ્જૈન ખાતે રહેતા પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાથી રિસાઇને પત્ની ભોપાલ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનમાં બેસી દાહોદ આવી પહોંચી હતી. જ્યાં આરપીએફ મહિલા કોન્સ્ટેબલે તેની પુછપરછ કરી સખી કેન્દ્ર ખાતે મોકલી આપ્યા બાદ સંસ્થા દ્વારા તેના પતિનો સંપર્ક કરી દંપતિ વચ્ચે સમજાવટ કરાવી પરત ઘરે રવાના કરાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્ય પ્રદેશના ઉજ્જૈન નગરના શેઠી નગર ખાતે રહેતા વિનોદ પ્રજાપતિ તેમજ તેમની પત્ની રાજકુમારી વચ્ચે અવાર નવાર નાની નાની બાબતોમાં ઝઘડો થતો હતો. જેનાથી કંટાળીને પરિણીતા બે દિવસ પહેલા ટ્રેનમાં બેસીને દાહોદ આવી પહોંચી હતી.

જ્યાં આરપીએફ જવાનની નજર એકલી બેઠેલી મહિલા પર પડતાં તેઓએ મહિલા કોન્સ્ટેબલને બોલાવી પુછપરછ કરતા તેણે હકીકત જણાવી હતી. જેથી તેમણે આ અંગેની જાણ સખી વન સ્ટોપ દાહોદને કરતા તેમણે મહિલાના પતિનો સંપર્ક કરતા તે પણ દાહોદ આવી પહોંચ્યો હતો. જ્યાં સંસ્થા દ્વારા બંનેનું કાઉન્સેલિંગ કરી મનમેળ કરાવ્યો હતો. બંન્નેને રાજીખુશીથી ઉજ્જૈન રવાના કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...