આદિવાસી બાહુલ્ય ધરાવતો દાહોદ જિલ્લા ઉપર ભલે પછાતપણાનું કલંક છે પરંતુ તે પોતાના ઇતિહાસને કારણે જાણીતો પણ છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલું દાહોદ દધિચી ઋષિની તપોભૂમિ રહી છે તો ઔરંગઝેબનો જન્મ પણ અહીં જ થયો છે.
મોગલકાળથી માંડીને આઝાદીની ચળવળ સુધીના સમયમાં દાહોદ જિલ્લાનું યોગદાન ઇતિહાસમાં નોંધાયેલું છે ત્યારે તેની એક વિશેષતા એ પણ છે કે તે રાજ્યનો ઊગતાં સૂર્યનું પ્રવેશદ્વાર પણ છે. દાહોદથી 15 કિમી દૂર પાટાડુંગરીના ડુંગરો ઉપર ઘોડાજા બાબાદેવ મંદિરેથી સૂર્યનારાયણ ગુજરાતની ધરતી પર પહેલું કિરણ પાથરે છે.
દાહોદના ગરબડા તાલુકામાં સૂર્યોદય બાદ 5-7 મિનિટ બાદ અન્ય જિલ્લામાં સૂર્યોદય થાય છે
સૂર્ય કિરણ બે કલાક પહેલા અરુણાચલ પ્રદેશથી આગળ વધતા વધતા ગુજરાતના ગરબડા તાલુકામાં સૂર્યના કિરણો પડ્યા બાદના પાંચ-સાત મિનિટ બાદ અન્ય જિલ્લાઓમાં સૂર્યોદય થાય છે. - ડૉ. વ્રજેશ પરિખ, જનરલ મેનેજર સાયન્સ પોપ્યુલરાઈઝેશન
મકરસંક્રાંતિ વખતે બાબાદેવ ઘોડાજા કુવરની પૂર્વપટ્ટીમાં સયા-મયા નામક બે ડુંગરીનું મહત્ત્વ
ગરબાડા તાલુકાના સિવિલ એન્જીનિયર રામસિંગ સંગોડે જણાવ્યું કે, બાબાદેવ ઘોડાજા કુવરની પૂર્વપટ્ટીમાં સયા-મયા નામક બે ડુંગરી વચ્ચે મકરસંક્રાંતિ વખતે કિરણ શિયાળામાં જમણી બાજુ અને ઉનાળામાં ઉત્તર બાજુથી બાબા ઘોડાજા કુંવરના પહાડ પર પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.