સઘન સારવાર:દાહોદમાં 25 દિવસની સઘન સારવાર બાદ જિલ્લા પંચાયતના સભ્યને નવજીવન મળ્યું

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
25 દિવસની સારવાર બાદ કબુબેનને દવાખાનેથી રજા આપતાં વિવિધ સમજણ આપતાં તબીબ. - Divya Bhaskar
25 દિવસની સારવાર બાદ કબુબેનને દવાખાનેથી રજા આપતાં વિવિધ સમજણ આપતાં તબીબ.
  • 10 દિવસ બેભાન રહ્યા, બાયપેપ પર રખાયા : હેમખેમ ઘરે ગયા
  • ડેન્ગ્યૂ​​​​​​​, ન્યુમોનિયા, હાર્ટનું ઓછું પમ્પિંગ, કિડની સહિતની ઘણી બધી તકલીફ એકસાથે થઇ : બેભાન અવસ્થામાં ઝાયડસમાં લવાયા હતા

દાહોદ તાલુકાના જાલત ગામના વતની અને જાલત 20 જિલ્લા પંચાયત બેઠકના સભ્ય 45 વર્ષિય કબુબેન સુરમલભાઇ પણદાને બેભાન અવસ્થામાં 24 ઓક્ટોબરના રોજ લાવવામાં આવી હતી. તબીબ મોહીત દેસાઇ દ્વારા નિદાન કરવામાં આવતાં કબુબેન સિવિયર હાઇપોક્સેમીક્સને કારણે ઓક્સિજન ઓછુ મળતું હોઇ બેભાન થઇ ગયા હતાં.

રેસ્પીરેટરી ફેલ્યોર સાથે તેમને સિવિયર ન્યુમોનિયા, ડેન્ગ્યૂ, બ્લડપ્રેશર, હાઇ ડાયાબિટીસ અને સેફ્ટીસેમીયા જોવા મળ્યું હતું. તેના કારણે તેમની કિડની ઉપર પણ વિપરીત અસર થઇ હતી. આ સાથે હાર્ટનું પમ્પીંગ પણ ઓછુ થઇ ગયું હતું. કબુબેનને તાત્કાલિક અસરથી બાયપેપ ઉપર લેવાની ફરજ પડી હતી.તેઓ સતત દસ દિવસ સુધી બેભાન અવસ્થામાં રહ્યા હતાં. ત્યાર બાદ હોશ આવતાં તેઓ માણસ ઓળખતા ન હતાં, બલકે માત્ર અવાજ જ સાંભળી શકતા હતાં.

તબીબ મોહીત દેસાઇ અને સચિન ઓડવાણીએ ભારે જહેમત બાદ એક-એક કરીને રોગને કાબૂમાં લાવવામાં સફળતા મેળવી હતી. સતત 25 દિવસની સારવાર બાદ કબુબેન સંપૂર્ણ સભાન અવસ્થામાં આવતા અને તેમની બીમારીઓ દૂર થતાં તેમને 20 નવેમ્બર શનિવારના રોજ દવાખાનેથી રજા આપવામાં આવી હતી.

પરિવારે વિશ્વાસ મુકતાં અમે સફળ થયા
કબુબેનને બેભાન અવસ્થામાં લવાયા હતાં. ડેન્ગ્યૂ, ન્યુમેનિયા ઉપરાંત તેમને હાઇ ડાયાબિટીસને કારણે બીજી ઘણી બધી તકલીફ થઇ ગઇ હતી. તમે જે કરો તે ખરૂ તેમ કહીને પરિવારે અમારી ઉપર વિશ્વાસ મુક્યો હતો. દર્દી પાછળ મહેનત કરવાની અમારી તો ફરજ છે પણ ઘણી હિંમત રાખી હોવાથી કબુબેનને નવજીવન મળ્યું છે.>ડો.મોહિત દેસાઇ, ઝાયડસ

અન્ય સમાચારો પણ છે...