દાહોદ જિલ્લામાં ગુરુવારથી આંગણવાડી અને પ્રિ-સ્કૂલ શરૂ થઇ હતી. કોરોનાને લઇ 22 માસથી આંગણવાડી અને બાળમંદીરો બંધ હતાં. હવે કોરોના સંક્રમણ ઘટતા સરકારે મંજૂરી આપી છે. પ્રિ-સ્કૂલ, પ્લે હાઉસમાં બાળકોના આરોગ્યની સંભાળ રાખવા સાથે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની સુચનાઓ આપી છે.
દાહોદ જિલ્લામાં 3056 આંગણવાડીઓમાં 1,68,295 ભૂલકાંઓની સંખ્યા નોંધાયેલી છે. ત્યારે પ્રથમ દિવસે 90 હજાર જેટલાં ભૂલકાંઓની હાજરી નોંધાઇ હતી. આંગણવાડીઓ બંધ હતી તે સમય બાળક દીઠ એક સપ્તાહમાં એક કિલો સુખડી ઘરે ઘર પહોંચાડવામાં આવતી હતી. ખાનગી સ્કુલોમાં ભૂલકાઓનું કુમકુમ તીલક કરીને સ્વાગત કરવામાં આવ્યુ હતું.
પંચમહાલની 2000 અાંગણવાડીમાં પ્રથમ દિવસે 28735 બાળકો હાજર
અાંગણવાડી ખુલતાં બાળકોનો ખિલખિલાટ જોવા મળ્યો
કોરોનાની ત્રીજી લહેરનો કહેર અોછો થતાં પ્રાથમીક શાળાઅો ખુલ્યા બાદ સરકારે અાંગણવાડી, પ્લે શાળા સહીતની શાળાઅો ગુરૂવારથી શરૂ કરી હતી. જેથી જિલ્લાની 2000 અાંગણવાડીના વર્કરો દ્વારા સાફ સફાઇ કરી બાળકોને અાવકારવાનો થનગનાટ હતો. બે વર્ષ બાદ વાલીના સંમતીપત્ર લઇને 28735 બાળકોને અાંગણવાડીમાં હાજર રહ્યા હતા. પ્રથમ દિવસે ભલે અોછી સંખ્યા હતી. પણ અાંગણવાડીમાં બાળકો અાવતાં બાળકોના ચહેરા પર પ્રસન્નતા અને અાંગણવાડી બહેનો પણ ખુશમાં હતી. અાંગણવાડી બહેનો ઘરે ઘરે સુખડી સહિતનો અાહાર અાપતા હતા. ગુરૂવારે અાંગણવાડીમાં જ બાળકોને પોષ્ટીક અાહાર અાપ્યો હતો. અાંગણવાડીમાં વાલીની સમતિથી વધુ બાળકો અાંગણવાડીમાં અાવશે તેવી અાશા વ્યક્ત કરી હતી.
વિરપુરમાં પ્રથમ દિવસે 1340 બાળકો હાજર રહ્યા
વિરપુર.કોરોનામાં બે વર્ષ સુધી બંધ રહેલી આંગણવાડી, બાલમંદિર અને પ્રિ-સ્કૂલ આજથી શરૂ થઇ રહ્યા છે. ત્યારે વિરપુર તાલુકાની ૧૦૦ જેટલી આંગણવાડીમાં પ્રથમ દિવસે 1340 જેટલા બાળકોનો કિલકિલાટ ગૂંજી ઉઠ્યો હતો. આંગણવાડીમાં પણ પ્રથમ દિવસે બાળકોનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાંથી કેટલાક બાળકો આંગણવાડીમાં ઉત્સાહભેર આવ્યાં હતાં તો કેટલા બાળકો રડતા હતા બાકીના બાળકો આંગણવાડીના કેમ્પસમાં રમત તેમજ રમતના સાધનોથી રમવાની મજા માણતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.