તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:આઇટીઆઇ દાહોદ ખાતે જૂજ ખાલી બેઠકો પર પ્રવેશ મળશે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાલોદ ખાતે તા. 15મી સુધી પ્રવેશ મેળવી શકાશે

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે કેટલાંક વ્યવસાયોમાં પ્રવેશ સત્ર ઓગસ્ટ ૨૦૨૧ માં જૂજ બેઠકો ખાલી રહી છે. જે ઉમેદવારો પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઇન વેબસાઇટ http://itiadmission.gujarat.gov.in ઉપરથી નવું પ્રવેશફોર્મ ભરી સંસ્થા ખાતે નિયત સમયમાં રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહિત પરત જમા કરવાના રહેશે. જે ઉમેદવારોએ અગાઉ પ્રવેશફોર્મ ભર્યું હોય અને કોઇ કારણસર પ્રવેશ મેળવી ન શકયા હોય તેઓએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવની રહેતી નથી.

તેઓએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ, રજીસ્ટ્રેશનની ફોટોકોપી સહિત સંસ્થાને અરજી કરવાની રહેશે. બેઠકો ભરવાનાં બીજા રાઉન્ડની કાર્યવાહીમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે આગામી તા. ૨૪ ઓગસ્ટ થી પ્રવેશફોર્મ ભરી શકાશે અને તા. ૧૦ સપ્ટેમ્બર રજીસ્ટર કરવાની છેલ્લી તારીખ રહેશે.

મેરીટ લીસ્ટ તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ થશે. સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત અને પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી તા. ૧૩-૯-૨૦૨૧ થી ૧૫-૯-૨૦૨૧ દરમિયાન યોજાશે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ઝાલોદ જી. દાહોદ ખાતે ચાલતા જુદા જુદા વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે લગતા વળગતા પ્રવેશ વાંચ્છુઓએ ઓનલાઇન ફોર્મ રોજગાર અને તાલીમ નિયામકશ્રી ગાંધીનગર ખાતાની વેબસાઇટ પરથી ફોર્મ ભરી તા. ૧૫/૦૯/૨૦૨૧ સુધી ભરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...