તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી શાળામાં પ્રવેશ:દાહોદમાં 745 વિદ્યાર્થીનો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

દરેક માતા-પિતા એવું ઇચ્છે છે કે તેના બાળકને સારું શિક્ષણ મળે અને તે જીવનમાં પ્રગતિ કરે. એટલે ટૂંકી આવક છતાં શૈક્ષણિક ખર્ચને પહોંચી વળવા બીજા ખર્ચમાં કાપ મૂકીને સંખ્યાબંધ મધ્યમવર્ગીય વાલીઓ સંતાનને ખાનગી શાળામાં અભ્યાસ માટે મૂકતા હોય છે. જોકે, કોરોનાને કારણે મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. હાલમાં કેટલાંક લોકોને પોતાના ઘરની જવાબદારી નિભાવવામાં પણ નવ નેજાં પાણી આવી રહ્યા છે. ત્યારે શૈક્ષણિક ખર્ચને પહોંચી વળવાનું વિચારવું જ તેમને ધ્રુજારી લાવી દે તેમ છે. તેના કારણે દાહોદ જિલ્લામાં 745 વાલીઓ એવા છે કે જેમણે પોતાના બાળકને ખાનગી શાળામાં પ્રવેશ તો અપાવ્યો હતો પરંતુ આર્થિક સમસ્યાને કારણે હવે તેમણે પોતાના બાળકોને ખાનગીમાંથી ઉપાડી સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો ... અનુ. પાન. નં. 3

સરકારી શાળામાં વધુ સુવિધા
સરકારી શાળામાં શિષ્યવૃતિ, ગણવેશ સહાય, મધ્યાહન ભોજન અને વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ જેવી અનેકવિધ સુવિધાઓ વિનામૂલ્યે મળે છે. ખાનગી કરતાં સરકારી શાળામાં વધુ સુવિધા મળતાં વાલિઓ પોતાના બાળકોના પ્રવેશ સરકારી શાળામાં કરાવી રહ્યા છે. -મયુર પારેખ, DPEO,દાહોદ

અન્ય સમાચારો પણ છે...