લમ્પીનો દહેશત:દાહોદમાં નવા વર્ષ બાદ લમ્પી વાઇરસમાં વધારાના અણસાર

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાઇરસ સંપૂર્ણ નાબૂદ થયો નથી ત્યારે વધુ કફોડી સ્થિતિ સર્જાવાની દહેશત
  • પશુઓ ભેગા કરાતાં વાઇરસની અસરવાળું પશુ બીજાને પણ ચેપ લગાવી શકે છે

દાહોદ જિલ્લામાં નવા વર્ષે અને ભાઇબીજના રોજ પરંપરા મુજબ ગાય ગોહરીની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવનાર છે. લમ્પી વાયરસને કારણે વિવિધ ગામોમાં સંખ્યાબંધ પશુના મોત થયા છે. ત્યારે પર્વની ઉજવણી માટે ઘણા ગામોમાં આ વખતે ગાય ગોહરીની ઉજવણીના આયોજન થયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ ઉજવણી માટે પશુઓને એક સાથે ભેગા કરીને દોડાવવામાં આવે છે. લમ્પી વાયરસ ધીમો પડ્યો છે પરંતુ તેની અસર હાલ પણ છે.

આ પશુઓના ઘણમાં જો કોઇ લમ્પી વાયરસની અસર વાળુ પશુ આવી જશે ત્યારે તે અન્ય પશુઓને પણ ચેપ લગાવી શકે તેવી દહેશત સર્જાયેલી છે. દાહોદ જિલ્લામાં કેટલાંક ગામોમાં તો એક સાથે દિવાળી પર્વમાં 300થી 400 પશુઓ ગાય ગોહરી માટે ભેગા કરવામાં આવે છે.

ત્યારે નવા વર્ષ બાદ જિલ્લામાં લમ્પી વાયરસના વધારાના અણસાર જોવા મળી રહ્યા છે. નવા વર્ષે અને ભાઇબીજના રોજ પરંપરા મુજબ ગામના તમામ પશુ એક સાથે એક જ સ્થળે ભેગા થશે ત્યારે કોઇ એક અસરગ્રસ્ત પશુને કારણે વધુ કફોડી પરીસ્થિતિ સર્જાવાની દહેશત સર્જાઇ રહી છે. આ માટે પશુ પાલન વિભાગ દ્વારા કોઇ જ પ્રકારની જનજાગૃતિ ફેલાવાઇ હોવાનું જાણવા મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...