અકસ્માત:​​​​​​​દાહોદ તાલુકાના કઠલામા એક્ટિવા સ્લીપ થતા ચાલકનું મોત

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માથામા ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યું

દાહોદ તાલુકાના કઠલા ગામે એક એક્ટિવાના ચાલકે પોતાની એક્ટિવા પુરઝડપે હંકારી લાવી અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં અકસ્માત સર્જાયો હતો.જેથી ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

દાહોદ શહેરના ગોદીરોડ ખાતે પશુપતિનાથ નગર ખાતે રહેતા કિશોરભાઈ વિશનદાસ બેલાણી પોતાની એક્ટીવ ટું વ્હીલર ગાડી લઈ દાહોદ તાલુકાના કઠલા ગામે સાંજના પાંચેક વાગ્યાના આસપાસ પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક્ટિવા ગાડીની વધુ પડતી ઝડપના કારણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કિશોરભાઈ એક્ટિવા પરથી જમીન પર ફંગોળાયા હતાં .જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે મૃતકના ભાઈ રાજેશભાઈ વિશનદાસ બેલાણી દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...