દુર્ઘટના:બોરવેલ ટ્રકની અડફેટે એક્ટિવા ચાલકનું મોત

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માથામાં ઇજા થતાં ઘટના સ્થળે જ મોત

નગરાળા ગામના રમણભાઇ હઠીલા શનિવારે સવારે બહેનના ઘરે દાહોદ જવા માટે એક્ટીવા લઇને ઘરેથી નિકળ્યા હતા. ત્યારે બપોરે રળીયાતી ગામે જેસાવાડા રોડ ઉપર બોરવેલના ટ્રક ચાલકે પુરઝડપે હંકારી લાવી રમણભાઇ હઠીલાની એક્ટિવાને અડફેટમંા લઇ થોડે દૂર ટ્રક મુકી નાસી ગયો હતો. અકસ્માતમાં માથાના ભાગે ઇજાઓ થતાં રમણભાઇનું મોત નિપજ્યું હતું.

અકસ્માતની જાણ થતાં મૃતકનો પરિવાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતની જાણ થતાં તાલુકા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ સંદર્ભે મૃતકના પુત્ર શૈલેષ હઠીલાએ બોરવેલ ટ્રકના ચાલક વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...