વ્યાજખોરોમાં ફફડાટ:સિંગવડમાં વ્યાજખોરો સામે કામગીરીની સમજણ અપાઇ

સિંગવડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • DySpએ ચાઇનીઝ દોરા અને તુક્કલના પ્રતિબંધ મુદ્દે સમજણ આપી

સિંગવડ તાલુકાના વ્યાજખોરો અને અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરતા વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જેને અનુલક્ષીને રણધીકપુર પોલીસ મથક ખાતે લીમખેડા ડીવાયએસપી ખટાણાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિસ્તારના આગેવાનો વેપારીઓ અને નાણાધિરનાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

સિંગવડ તાલુકામાં ઠેર ઠેર ગેરકાયદે રીતે નાણા ધીરનાર તેમજ ઊંચું વ્યાજ વસૂલ કરતા વ્યાજખોરો ફુલ્યા ફાલ્યા છે. જેના કારણે વિસ્તારની આદિવાસી ગરીબ પ્રજા લાચાર બની ઊંચું વ્યાજ ચૂકવવા મજબૂર બને છે. દિન પ્રતિદિન જે નાણાં લેનાર જનતા ગરીબીમાં પીસાતી રહે છે.

ત્યારે સરકારના નિર્ણય બાદ રણધીકપુર નગર સ્થિત રણધીકપુર પોલીસ મથકના પોસઈ આર એ પટેલ દ્વારા રણધીકપુર પોલીસ મથકે ખાતે લીમખેડા ડીવાયએસપી ખટાણાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક વેપારીઓ આગેવાનો સહિત વ્યાજે નાણા ધીરનાર લાયસન્સ હોલ્ડરોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં રાજ્ય સરકારે તાજેતરમાં જ નાણા ધીરનાર સામે કડક ખાતે પગલા ભરવાનું શરૂઆત કરતાં કાર્યક્રમ અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે વિવિધ પાસાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે સાથે વ્યાજખોરો દ્વારા કરાતી આમ જનતાને હેરાનગતિ સામે પોલીસ દ્વારા કરવામાં આવતી કાયદાકી કામગીરીની સમજણ આપી હતી.

આવનાર દિવસોમાં આવતા ઉતરાયણના પર્વને લઈને ચાઈનીઝ દોરી તથા તુક્કલ પર જરૂરી પ્રતિબંધ બાબતે સમજણ આપી વેપારીઓને જાગૃત કર્યા હતા. જ્યાં જે નાણા ધીરનાર લાયસન્સ હોલ્ડરોને લાયસન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું જ્યારે કોઈ ગેરકાયદે વ્યાજે ધિરાણ કરી જનતાને પરેશાન કરવાનો બનાવો ધ્યાનમાં આવે તો સત્વરે જવાબદાર વિભાગને જાણ કરવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિંગવડ પોસઈ આર એ પટેલ સહિત પોલીસ મથકના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કોઠંબામાં વ્યાજના ધંધાને લઇ લોક દરબારનું આયોજન
લુણાવાડા . લુણાવાડાના કોઠંબા પોલીસ મથક ખાતે ગેરકાયદે વ્યાજનો ધંધો કરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવતા વ્યાજખોરો સામે પગલાં ભરવા માટે એક લોક દરબારનુ આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાજ વસૂલવાનો ધંધો કરતા વ્યાજખોરો સામે કોઠંબા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવા માટે આગેવાનોને બોલાવીને મિટીંગનું આયોજન કરી લોકોમાં જાગૃતિ આવે તે માટે અને વ્યાજખોરોને લઇ જે અઘટિત બનાવો બની રહ્યા છે તે ન બને તે અંગે જરૂરી માહિતી કોઠંબા પીએસઆઇ એ. એમ. બારીયા દ્વારા ચર્ચા કરી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

સ્થાનિક લોકોને વ્યાજખોરો હેરાન કરતા હોય અથવા તેઓ પાસેથી વ્યાજની રકમ ઊંચી વસુલાત કરાવી હોય તેવા વ્યાજખોરોની માહિતી આપવા કોઠંબા પોલીસ મથકના પી.એસ.આઇ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને અપીલ કરાઈ હતી. આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી યોગ્ય પગલા ભરવાની પણ પીએસઆઇ દ્વારા ખાતરી આપવામાં આવી હતી. વ્યાજખોર સામે કોઈ જ કાર્યવાહી થતી ન હોવાથી પોલીસ તંત્ર દ્વારા ખાનગી રહે ઉચા દરે વ્યાજ વસૂલાતખોરો સામે ગુનો નોધિ કાયદેસરની કાર્યવાહી કરવામાં સહકાર આપવા પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...