ભાસ્કર વિશેષ:દાહોદ જિલ્લામાં નલ સે જલ યોજનામાં સહકાર નહીં આપતાં સરપંચો સામે પગલાં લેવાશે

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદના 11 ગામોમાં ઘર સુધી પાણી આપવાની યોજના મંજૂર કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી યોજના એવી નલ સે જેલમાં દાહોદ જિલ્લો નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસ્વામીએ મંગળવારે વધુ 11 યોજનાઓને મંજૂરી આપવાની સાથે જ નલ સે જલ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ ગામોમાં ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવા માટેનું સો ટકા આયોજન થઇ ગયું છે. જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના ચેરમેન ડો. ગોસ્વામીએ આ માસના પ્રારંભે રૂ. 400 કરોડના કામોને મંજૂરી આપ્યા બાદ આજે તે વખતે બાકી રહી ગયેલા 11 ગામોની પાણી પુરવઠા યોજનાઓને મંજૂરી આપી દીધી છે.

આ મંજૂરી આપવાની સાથે નલ સે નલ યોજનાનો આયોજનની મહત્વનો તબક્કો પૂર્ણ થઇ ગયો છે. મુખ્યમંત્રીના ગુજરાતમાં વર્ષ 2022 સુધીમાં તમામ ઘરોમાં નળ મારફત પાણી પહોંચાડવાના સંકલ્પન સાકાર કરવાની દિશામાં આ મહત્વનું કદમ છે. જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની આજે મળેલી બેઠકમાં ફતેપુરા તાલુકાના ડુંગરા, આસપુર, પાડલિયા, પીપલારા, ખૂંટા, દાહોદ તાલુકાના વાંદરિયા, ખરોડ, ગલાલિયાવાડ, જાલોદના લીમડી અને ખેડા તથા લીમડા તાલુકાના પીપલાપાની ગામના કુલ મળી 11747 ઘરને રૂ.1082 લાખના ખર્ચી પાણી પહોંચાડવામાં આવશે.

આ બેઠકમાં એવો પ્રશ્ન પણ ઉઠયો હતો કે નલ સે જલ યોજનામાં કેટલાક ગામોના સપરપંચો સહકાર આપતા નથી તો કેટલાક ગામની પાણી સમિતિ યોજનામાં પૂરા થઇ ગયેલા કામો બદલ ચૂકવતા કરવામાં ડાંડાઇ કરે છે. આ બાબતની ગંભીર નોંધ લેતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તાર માટે અતિ જરૂરી એવી નલ સે જલ યોજનાના અમલીકરણ માં આડ ખીલ્લી બનતા સરપંચો સામે પંચાયત અધિનિયમ મુજબના પગલાં લેવાશે.

તેમણે આજવા ગામોની યાદી તૈયાર કરવા માટે વાસ્મોના અધિકારીઓને સૂચના આપી છે. નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર, વાસ્મોના કાર્યપાલક ઇજનેર ડી. આર. મોઢિયા, નિયામક સી.બી.બલાત, પ્રાંત અધિકારી રાજ સુથાર, ગણાસવા, ચૌધરી ઉપસ્થિત રહ્યા.

અન્ય સમાચારો પણ છે...