તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:વરધરા ગામમાં કેનાલનું પાણી ફરી વળતાં વળતર માટે કાર્યવાહી

વિરપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા કલેક્ટરનો કા. ઇજનેરને તપાસ કરી રિપોર્ટ આપવા આદેશ
 • બાળકોને બચાવવા કેનાલના દરવાજા ખોલતાં પાકોને નુકસાન

વિરપુરના વરધરા ગામમાં 20જેટલા હેક્ટરના વાવેતરમાં કેનાલનું પાણી ફરી વળતા લાખો રૂપિયાનો પાક નિષ્ફળ થયો હતો. જેને લઈને મહિસાગર કલેક્ટર દ્વારા કાર્યપાલક ઇજનેર તાકીદ કરી સર્વે કરી રિપોર્ટ આપવા જાણ કરાઈ હતી. વિરપુરના સુલતાનપગીના મુવાડામાં બે માસ અગાઉ બપોરના સમયે બે બાળકો કુદરતી હાજતે ગયા હતા અને કેનાલમાં પાણી લેવા જતા બંને બાળકો કેનાલમાં ડૂબતા એકને બચાવી લેવાયો હતો. જ્યારે બીજા બાળકનું ડૂબી જતાં તેની ભાળ ના મળતા કેનાલના દરવાજા ખોલી તળાવમાં પાણી છોડાયું હતું.

કેનાલમાં પાણીનો પ્રવાહ ઓછો થતા બાળકની લાશ મળી આવી હતી. પરંતુ પાણી તળાવમાં છોડવાથી તળાવ ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારમાં ડાંગરના પાકના ખેતરોમાં પાણીથી છલોછલ ભરાઈ ગયા હતા. જેને પગલે ડાંગરના પાકને ભારે નુક્સાન થયું હતું. અંદાજીત 20 હેક્ટરમાં જેટલા ઉભા તેમજ કાપણી કરેલા પાક પર પાણી ફરી વળ્યુ હતું. જે બાબતે વરધરા ગામના ખેડૂતો દ્વારા વિરપુર મામલતદારને આવેદન આપી વળતર મેળવવાની માગ પણ કરવામાં આવી હતી. જ્યારે મહિસાગર કલેક્ટર અને મેજીસ્ટ્રેટ દ્વારા કડાણા વિભાગના કાર્યપાલક ઇજનેર તાકીદ કરી વરધરા ગામમાં કેનાલનું પાણીથી નુકસાની થયેલ તેનો સર્વે કરી રિપોર્ટ આપવા તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો