વેક્સિન લેવા માટે ઉત્સાહ:દાહોદ જિલ્લામાં તરુણોને વેક્સિનેટ કરવાનો 41.96%નો લક્ષ્યાંક હાંસલ

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ​​​​​ગુરુવારે સવાર સુધીમાં કુલ 79272 પૈકી 33051 તરુણોને રસી અપાઇ
  • દાહોદમાં 15 થી 18 વર્ષના તરુણોમાં કોરોનાની વેક્સિન લેવા માટે ઉત્સાહ

દાહોદ જિલ્લામાં 15 થી 18 વર્ષના તરૂણોમાં કોરોનાની વેક્સિન લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાહોદની 17 વર્ષની અમતુલ્લાહ સૈફીભાઇ લીમડીવાલાએ વેક્સિન લીધા બાદ સૌ સમવયસ્કોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. તેણીએ જણાવ્યું કે, કોરોનાની સંભવિત લહેર સામે આ વેક્સિન અસરકારક બચાવ બનશે. મેં આ વેક્સિન લીધી છે અને તે સંપૂર્ણ સલામત છે. સૌ 15 થી 18 વર્ષના તરૂણોએ વેક્સિન લેવી જોઇએ. 79272 તરુણોને વેક્સિન આપવા માટેનો લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં તા. 6 ડિસે. વહેલી સવાર સુધીના આંકડા જોઇએ તો કુલ 33051 તરુણોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યો છે.

એટલે ખૂબ જ ટૂંકા ગાળામાં 40.96 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યું છે. સરકાર દ્વારા 15થી 18 વર્ષના તરુણોને કોરોનાની વેક્સિનનું મહાઅભિયાન શરૂ કર્યું છે ત્યારે સૌ આ વયમાં આવતા તરુણો પહેલ કરે અને વેક્સિન મુકાવે એ કોરોના સામેની સુરક્ષા માટે જરૂરી છે. વેક્સિન કોરોના સામેનો રામબાણ ઉપાય છે.

15થી 18 વર્ષના તરુણોને કોવેક્સિન વેક્સિન જ અપાઇ રહી છે. આ માટે તરૂણો કોવિન પર ઓનલાઇન નોંધણી પણ કરાવી શકે છે. વર્ષ 2007 અને તેના પહેલા જન્મેલા તમામ બાળકો કોવિડ -19 વેક્સિન માટે પાત્રતા ધરાવે છે. વેક્સિનેટર દ્વારા લાભાર્થીઓનું સ્થળ પર પણ નોંધણી કરવામાં આવી રહી છે. આ વયમાં આવતા તરૂણો ઓનલાઇન અને ઓનસાઇટ અપોઇમેન્ટ બુક કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...