ચેક રિટર્ન કેસમાં સજા:દાહોદમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષ કેદની સજા, 60 દિવસમાં રકમ ચુકવી દેવા હુકમ

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિદેશની ટૂરમાં જવા આપેલા નાણાં પરત માગતા ચેક આપ્યો હતો

દાહોદ શહેરના ગોધરા રોડ પેટ્રોલ પંપની પાછળ સાંસીવાડમાં રહેતા વિમલ અત્તરસિંહ વર્માએ વર્ષ 2018ના વર્ષ દરમિયાન ભારત બહાર દુબઈ તેમજ બાલી તરફ ટૂર પર જવાનો પ્લાન કર્યો હતો. તેમણે પીટર રોજરીયો ડિસોજાને ટૂર પેકેજ કરી આપવાનું જણાવ્યું હતું. જેથી વિમલે પીટરને ખાતામાં રૂ 4.91 લાખની ટ્રાન્સફર એન્ટ્રી કરાવી હતી અને બાકીના રૂપિયા ઉમેરી કુલ રૂ. 5 લાખ આપ્યાં હતા. વિમલની ટૂરની ટીકીટ વગેરે કંઈ ન આપતાં વિમલે આપેલા પૈસા પરત માગ્યા હતા. જેથી પીટરે ચેક આપ્યો હતો. જે ચેક બાઈન્સ થતાં કોર્ટમાં કેસ કર્યો હતો.

એક વર્ષની સાદી કેદની સજા કોર્ટે ફટકારી

આ કેસની સુનાવણી દાહોદની જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફસ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે દ્વારા તમામ દલીલોને ગ્રાહ રાખી પીટરને એક વર્ષની સાદી કેદની સજા અને ચુકવી દેવાયેલી રકમ પૈકી બાકીની રૂ 4 લાખની રકમ 60 દિવસમાં ચુકવવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...