ખળભળાટ:ફતેપુરા તાલુકા પંચાયતમાં 65.15 લાખની ઉચાપતમાં એકાઉન્ટન્ટ સસ્પેન્ડ

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેકર્ડ સાચવવાની જવાબદારી ન નિભાવી હોઇ DDOનું પગલું
  • ટીડીઓની બનાવટી સહી દ્વારા ચેક બેંકમાં વટાવ્યો હતો

ફતેપુરાની તાલુકા પંચાયત કચેરીમાંથી કોરા ચેકની ચોરી કર્યા બાદ તેમાં તાલુકા વિકાસ અધિકારીની ખોટી સહિ કરીને આ ચેક ઝાલોદની એસબીઆઇ બેન્કમાં વટાવી લેવાના પ્રકરણથી ખળભળાટ મચેલો છે. આ મામલે એક્સનમાં આવેલા જિલ્લા વિકાસ અધિકારીએ રેકર્ડ સાચવવામાં બેદરકારી દાખવનાર એકાઉન્ટન્ટને તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરી ખાતાકિય તપાસના આદેશ પણ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ચેક દ્વારા વટાવેલા 65,15,547 રૂપિયા આફવાના રાજેશ ભેમા લબાનાની ધી આફવા વિભાગ મ.કા.સ મંડળી લીના ખાતામાં ટ્રાન્સફર થયા હતાં. આ મામલે તાલુકા વિકાસ અધિકારી એમ.જે ઠાકોરે શનિવારે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગુનો દાખલ થયા બાદ એક્શનમાં આવેલા જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ રેકર્ડ સાચવવાની જવાબદારી નિભાવતા ડેપ્યુટી એકાઉન્ટન્ટ હિમાંશુભાઇ ભાવસારને તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરતાં ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણમાં પોલીસે રાજેશ લબાનાની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...