અકસ્માત:સંતરામપુર દવાખાનામાં દાખલ માતાને ટિફિન આપવા જતા પુત્રને અકસ્માત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાલોદ- સંતરામપુર હાઇવે પર બટકવાડા ચોકડીએ જીપે બાઇકને ટક્કર મારી

ઝાલોદથી સંતરામપુર જતા હાઇવે ઉપર સંતરામપુર દવાખાનામાં સારવાર લઈ રહેલી માતાને ટિફિન આપવા જતા આફવાના યુવકની બાઇકને ટક્કર મારી હતી. જેથી તેના માથામાં શરીરે તથા હાથે, પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવકને સંતરામપુર સરકારી દવાખાનામાં લઈ ગયા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે ખાનગી દવાખાનામાં ખસેડ્યો હતો.

આફવા ના 27 વર્ષિય સુરેશભાઈ રામાભાઇ વળવાઇ સોમવાર સાંજના આઠેક વાગ્યાના અરસામાં સંતરામપુર ખાતે ખાનગી દવાખાનામાં સારવાર લઈ રહેલા માતાને ટિફિન આપવા માટે જઇ રહ્યો હતો. ત્યારે સુખસરથી પસાર થતાં સંતરામપુર હાઇવે ઉપર ગોઠીબ નજીક બટકવાડા ચોકડી પાસે જતા તુફાન જીપ નંબર જીજે-06- એફકે- 7319ના ચાલકે પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી સુરેશભાઈ વળવાઈની બાઇક નંબર જીજે-20 એકે-8378ને અડફેટમાં લીધી હતી.

અકસ્માત સર્જતા સુરેશભાઈ વળવાઈ જોશભેર રસ્તા ઉપર પટકાયા હતા. અકસ્માત બાદ તુફાન જીપનો ચાલક પોતાની ગાડીને સ્થળ ઉપર છોડી ભાગી છુટ્યો હતો. જ્યારે અકસ્માતનો ભોગ બનેલા યુવાનને માથામાં, શરીરે તથા હાથે, પગે ગંભીર જાઓ પહોંચવા પામી હતી. જ્યારે આસપાસમાંથી લોકોએ દોડી આવી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તાત્કાલિક સંતરામપુર સરકારી દવાખાનામાં લઈ જવાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઈજાગ્રસ્ત સુરેશભાઈ વળવાઈને વધુ સારવાર માટે વડોદરા ખાનગી દવાખાનામાં દાખલ કર્યા નું જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...