અકસ્માત:હડમતમાં રાઇડમાં ઉભેલી કારને અકસ્માત, 20 હજારનું નુકસાન

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અકસ્માત કરનાર કારનું આગળનું ટાયર ફાટી ગયુ

હડમત ગામે રોડની સાઇડમાં ઉભેલી કારને સામેથી આવતી કારના ચાલકે ટક્કર મારી અકસ્માત કરી અંદાજે 20 હજારનું નુકસાન કરી તેમજ અકસ્માત કરનાર ગાડીનું આગળનું ટાયર ફુડી ગયુ હતું. તેમજ ચાલકના મોઢાના ભાગે ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયો હતો.

ઉદયપુર જિલ્લાના અને હાલ અમદાવાદ કાકરીયા વિસ્તારમાં રહેતા અને જીઓ કંપનીમાં વેન્ડર વતી કામ કરતાં હિમ્મતસિંહ દેવસિંહ રાઠોડ ગતરોજ કંપનીએ ફાળવેલી જીજે-27-સી-2957 નંબરની કાર લઇને સંતરામપુર ઝાલોદ રોડ ઉપર જીઓ કંપનીના ઓપ્ટીકલ ફાયબરના જોઇન્ટ મારવા જતા હતા. તે દરમિયાન સુખસરના મનિષભાઇ ભુરીયાને લઇ લખણપુર ગામે ટેકરી ઉપર લાઇનમાં ખામી આવતાં જોઇન્ટુનું કામ કરી.

ત્યાર બાદ હડમત ગામે પ્રાથમિક શાળા નજીક કાર રોડની સાઇડમાં ઉભી રાખી સામાન ઉતારી જોઇન્ટ ચેક કરતા હતા. તે દરમિયાન બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં સંતરામપુર તરફથી પુરઝડપે આવતી જીજે-20-એક્યુ-2192 નંબરની કારના ચાલકે તેઓની કાર સાથે ધડાકાભેર અથડાવી એક્સિડેન્ટ કર્યુ હતું.

જેમાં ગાડીના આગળના ભાગે ગોભા પાડી દઇ અંદાજે 20 હજારનું નુકસાન કર્યુ હતું. તેમજ અકસ્માત કરનાર ગાડીનું આગળનું ટાયર ફુટી ગયુ હતું અને તેના ડ્રાઇવરને મોઢાના ભાગે ઇજાઓ થતા તેને ઝાલોદ સરકારી દવાખાને સારવાર અર્થે મોકલી આપ્યો હતો. અકસ્માl કરનાર ચાલક વિરૂદ્ધ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...