તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ધાનપુરના નળુમાં 2 બાઇક વચ્ચે અકસ્માત : 3 ઘાયલ

દાહોદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અજાણ્યા મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના ધાનપુરના નળુ ગામે બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ સંદર્ભે ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ધાનપુરના લીમડી મેન્દ્રી ગામે રહેતા નટવરભાઇ ધારવાની સાસુ હસમાબેન બીમારી હોઇ જેથી તેઓ મુકેશભાઇ રમેશભાઇ ચૌહાણ સાથે તા.1લી ફેબ્રુઆના રોજ જીજે-20-એકે-4948 નંબરની બાઇક લઇને દુધામલી ગામે તેમની સાસરીમાં સાસુની ખબર અંતર પુછવા ગયા હતા. ત્યાર બાદ બન્ને જણા સાંજના સમયે ઘરે પરત આવવા માટે નિકળ્યા હતા.

તે દરમિયાન નળુ ગામે ચોકડી ઉપર સામેથી આવતી જીજે-20-બીએચ-6727 નંબરની બાઇકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઇ પૂર્વક હંકારી લાવી એક્સીડન્ટ કરતાં નટવરભાઇ તથા મુકેશભાઇને નીચે પાડી તેમને તથા પોતાના પણ ઇજાઓ પહોંચાડી હતી. અકસ્માતમાં નટવરભાઇ ફંગોળાઇને નીચે પડતાં બેભાન થઇ ગયા હતા અને જમણા પગે ઇજા થઇ હતી. અકસ્માત સર્જાતા નજીકમાંથી લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી બોલાવી ઇજાગ્રસ્તોને ધાનપુર સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે એસએસજી વડોદરા ખાતે લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો