સગીરાનું અપહરણ:દાહોદ જિલ્લામાંથી બે દિવસમાં બે સગીરાનું અપહરણ, પોલીસે તપાસ હાથ ધરી

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવગઢ બારીયામાં શાળાએ જતી વિદ્યાર્થિનીનું યુવકે લગ્નનની લાલચે અપહરણ કર્યુ
  • ફતેપુરામાં 15 વર્ષીય સગીરાને એક યુવક ઘરેથી અપહરણ કરી નાસી ગયો

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરમાંથી એક સગીર વિદ્યાર્થિની શાળાએ જતી હતી. ત્યારે એક યુવકે તેને લગ્નનની લાલચે અપહરણ કરી નાસી ગયો હતો. જેથી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તેવી જ રીતે ફતેપુરા તાલુકાના એક ગામેથી 15 વર્ષીય સગીરાને અજાણ્યો યુવક અપહરણ કરી નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામા આવી છે.
પંચમહાલની સગીરાને યુવક દેવગઢ બારીયાથી ઉઠાવી ગયો
​​​​​​​
પંચમહાલ જિલ્લામાં રહેતી 15 વર્ષીય સગીરા જે દેવગઢ બારીયા નગરમાં આવેલી એક શાળામાં અભ્યાસ કરતી હતી. ત્યારે ગત તા.26મી જુલાઈના રોજ પંચમહાલના ઘોઘંબા તાલુકામાં રીછવાણી ગામે બાવા ફળિયામાં રહેતો મુકેશ કનુભાઈ પટેલીયાએ 15 વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્ની તરીકે રાખવા સારૂં અપહરણ કરી નાસી ગયો હતો. આ સંબંધે સગીરાના પિતાએ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​​​​​​​​ફતેપુરા તાલુકામાં ઘરેથી સગીરાનું અપહરણ
બીજી તરફ ગત તા.25મી જુલાઈના રોજ ફતેપુરા તાલુકામાં રહેતી એક 15 વર્ષીય સગીરા પોતાના ઘરે હાજર હતી. તે સમયે અજાણ્યા યુવકે સગીરાનું અપહરણ કરી નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...