ફરિયાદ:ધાનપુરમાં લગ્નના ઇરાદે સગીરાનું અપહરણ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાધાન નહીં થતાં અંતે ફરિયાદ નોંધાઇ

ધાનપુર તાલુકાના એક ગામમાંથી યુવક એક સગીરાનું લગ્નના ઇરાદે જાન્યુઆરી માસમાં અપહરણ કરી ગયો હતો. સાજ રાહે આ બાબતનો કોઇ નિકાલ નહીં આવતાં અંતે ફરિયાદ નોંધાઇ હતી. ધાનપુર પોલીસે યુવક સામે ગુનો દાખલ કરીને શોધખોળ શરૂ કરી છે.

ધાનપુર તાલુકામાં લીમડી મેંધરી ગામનો અશ્વિન ગમીર ચૌહાણ તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષિય કિશોરીનું 8 જાન્યુઆરીની સાંજના સાત વાગ્યાના અરસામાં બળજબરીથી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હતો. શોધખોળ બાદ પણ બંનેનો કોઇ પત્તો મળ્યો ન હતો. અંતે સમાજ રાહે નીકાલ કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ પરંતુ તેમાં પણ કોઇ પરિણામ આવ્યુ ન હતું. ત્યારે અંતે કિશોરીના પિતાએ ધાનપુર પોલીસ મ થકે ફરિયાદ નોંધાવતા અશ્વિન સામે ગુનો દાખલ કરીને બંનેની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...