ક્રાઇમ:પત્ની તરીકે રાખવાના ઇરાદે તરુણીનું અપહરણ

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
  • ઉધાવળાના યુવક સામે ગુનો નોંધાવ્યો

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ઉધાવળા ગામનો અનિલભાઇ રાયસીંગભાઇ બારીયા તા.23 ઓગસ્ટના રોજ સાંજના સમયે તાલુકામાંથી એક 17 વર્ષ 4 મહિનાની તરૂણીને પટાવી ફોસલાવી પ્રેમના પાઠ ભણાવી પોતાની પત્ની તરીકે રાખવા માટે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હતો.

કોઇ કામ અર્થે ગયેલી તરૂણી મોડે સુધી ઘરે નહી આવતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી. શોધખોળ દરમિયાન ઉધાવળા ગામનો અનિલ રાયસીંગ બારીયા પત્ની તરીકે રાખવા તરૂણીનું અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળતા તરૂણીના પિતાએ અનિલ રાયસીંગ બારીયા વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...