ક્રાઇમ:દાહોદ જિલ્લામાં તરુણી અને પરિણીતાનું અપહરણ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફતેપુરા બજારમાં કપડા લેવા ગયેલી તરુણીનું અપહરણ કરતા જેતપુરના યુવક સામે ફરિયાદ
  • ઘરેથી નીકળેલી પરિણીતા પરત નહીં આ‌વતાં અજાણી વ્યક્તિ સામે અપહરણની ફરિયાદ

દાહોદ જિલ્લાના ઝાલોદ અને ફતેપુરા તાલુકામાં બે સ્થળેથી તરુણી અને પરિણીતાના અપહરણની ઘટના બની હતી. જેમાં એક ઘટનામાં ઝાલોદના જેતપુર ગામના તથા બીજીમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધાવ્યો હતો. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામની 15 વર્ષ અને 10 મહિનાની તરૂણી તા.8 જુલાઇના રોજ 12 વાગ્યાના અરસામાં ફતેપુરા બજારમાં કપડા લેવા ગઇ હતી. તે દરમિયાન ઝાલોદ તાલુકાનો ભાવેશ પાનસીંગ ડામોર ત્યાં આવ્યો હતો અને તરૂણીને પટાવી ફોસલાવી પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો.

ફતેપુરા બજારમાં કપડા લેવા ગયેલી તરુણી મોડે સુધી ઘરે નહી આવતાં પરિવારે શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. શોધખોળ દરમિયાન જેતપુરનો ભાવેશ માનસીંગ ડામોર પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તરૂણીની માતાએ ભાવેશ ડામોર વિરુદ્ધ ફતેપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે ઝાલોદ તાલુકાના આંબા ગામની 25 વર્ષિય પરિણીતા રીનાબેન પંકજભાઇ ડામોર 8 જુલાઇના રોજ લીમડી જવાનું કહી ઘરેથી નિકળ્યા બાદ પરત ઘરે આવી ન હતી. જેથી તેના પરિવારે શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. આ સંદર્ભે પરિણીતાના સસરા કાળુભાઇએ લીમડી પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિ સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...