દુષ્કર્મ:લીમખેડાના જેતપુરના યુવકે મિત્રની મદદથી આદિવાસી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારતા ફરિયાદ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોળે દહાડે લીમખેડા તાલુકાના જેતપુર ગામના એક યુવાને તેના મિત્રની મદદ લઈ નાના હાથીધરા ગામે રોડ પરથી એક સગીરાનું મોટર સાયકલ પર અપહરણ કરી ફરાર થઈ ગયો હતો.સગીરાને જાતિ વિષયક અપશબ્દો બોલી તે યુવક તેણીની મરજી વિરૂધ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

સગીરાને નાના હાથીધરા ગામે લઈ ગયા
લીમખેડાના જેતપુર ગામના ભરવાડ ફળિયામાં રહેતા અંકીતભાઈ ગોપીચંદભાઈ ભરવાડે તેના ફળિયામાં રહેતો તેના મિત્ર રાહુલભાઈ ભેરૂભાઈ ભરવાડની મદદ લઈ અનુસુચિત જનજાતિની 16 વર્ષ 6 માસની ઉંમરની સગીરાનું તેઓની મોટર સાયકલ પર ગતરોજ સવારે અગિયાર વાગ્યાના સુમારે બળજબરીથી બેસાડી અપહરણ કર્યુ હતુ.ત્યારબાદ સગીરાને નાના હાથીધરા ગામે લઈ ગયા હતા. અંકીત ભરવાડે તે સગીરાને જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કરી તેને તાબે કરવા માટે જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી. અંતે અંકિત ભરવાડે તે સગીરા સાથે તેંણીની મરજી વિરૂધ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ,અપહરણ,પોકસો અને એટ્રોસિટી મુજબ ગુનો નોંધાયો
આ સંબંધે પીડિત સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમખેડા પોલીસે જેતપુર(દુ) ગામના અંકિતભાઈ ગોપીચંદભાઈ ભરવાડ તથા રાહુલભાઈ ભેરૂભાઈ ભરવાડ વિરૂધ્ધ વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ કલમ તથા એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...