દાહોદ બી ડિવીઝન પી.આઇ. એમ.અને. દેસાઇની કડક સૂચના જેમાં પી.એસ.આઇ. ઠાકોરના માર્ગદર્શનમાં ટીમ બનાવી બી- ડીવીઝનમા મોટર સાયકલ ચોરીની ગુન્હામા ચોરી થયેલ GJ-20-S-8467 નંબરની મોટર સાયકલને ટ્રેસ કરતા સદર મોટર સાયકલ આરોપીઓએ GJ-20-W-2530 નંબરનો એક અતુલ શક્તિ લોર્ડીંગ ટેમ્પાનો ઉપયોગ કર્યો હતો.
ટેમ્પોનો નંબર સર્ચ કરતા ટેમ્પો લીમખેડા હાંડી ગામના છગનભાઇ પ્રતાપભાઇ બારીયાનો હોઇ તેની પુછપરછ કરતાં લોનના હપ્તા ભર્યા ન હોવાથી ફાયનાન્સ કંપની ટેમ્પો ખેંચી જતાં ટેમ્પો ગોધરાના ગોયા મહોલ્લાના સિદ્દીકભાઇ અન્વરભાઇ મનકીને ફાઇનાન્સ કંપનીએ વેચતાં સિદ્દીકભાઇનો સંમ્પર્ક કરતા તેમના ફળીયામાં રહેતા ઇમરાનભાઇ અબ્દુલસત્તાર પટ્ટા (ઘાંચી) ટેમ્પો ભાડા ઉપર આપ્યું હતું. ઇમરાન પટ્ટાની વધું પુછપરછમાં તા.14 ડિસેમ્બરના રોજ તેના વેવાઇ મુસ્તાક યુસુફ ભાઇજમાલ સાથે દાહોદના રળીયાતીમાં ઓશો ટાવરના પાર્કિંગમાંથી મોટર સાયકલની ચોર્યાની કબુલાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.