તપાસ:દાહોદમાં યુવકે જાહેર રસ્તા પર ઝેરી દવા પીતાં મોત

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચેલામાં કૂવામાં પડતાં પરિણીતાનું મોત

દાહોદના સહકાર નગર વિદ્યાધામ સોસાયટીમાં રહેતા 42 વર્ષિય કલ્પેશ પંચાલે તા.3 જૂલાઇએ સાંજના 6 વાગે અનાજ માર્કેટની પાસે આવેલ જૈન દેરાસરની સામે જાહેર રસ્તા ઉપર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરની અસર થતાં કલ્પેશભાઇ પંચાલ ઢળી પડતાં લોકો ભેગા થયા હતા અને તાત્કાલિક ઝાયડસ સારવાર માટે ખસેડ્યા હતા.

જ્યાં ગુરૂવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સંદર્ભે મૃતકના પિતાએ દાહોદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ દેવગઢ બારિયાના પંચેલા ગામની 26 વર્ષિય પીલનબેન રાજેન્દ્ર ઉર્ફે પીન્કેશભાઇ બાબુભાઇ ભરવાડ ગુરૂવારના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં કોઇ કારણોસર કુવામાં પડી જતાં તેનું પણ મોત નિપજ્યું હતું. આ સંદર્ભે મૃતકના ભાઇ ભરતભાઇ હિરીભાઇ ભરવાડે પીપલોદ પોલીસ મથકે જાણ કરતાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...