પરિવાર પર આભ તૂટ્યુ:​​​​​​​દાહોદથી પેટિયુ રળવા રાજકોટ આવેલા યુવકનું વીજળી પડતાં મોત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફતેપુરાનો શ્રમિક મજૂરી કામ માટે રાજકોટ ગયો હતો યુવકનું આકસ્મિક મૃત્યું થતા પરિવારજનોમાં માતમ છવાયો

છેલ્લા ત્રણ દિવસમાં મેઘરાજાએ સમગ્ર સૌરાષ્ટ્રને ધમરોળ્યું હતુ. જેમાં મોટાપાયે જાનમાલને નુકસાન થયુ છે. તો અનેક જિંદગીઓ પણ દઇ છે. જેમાં પેટિયુ રળવા રાજકોટ આવેલા દાહોદના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામના યુવકનું મૃત્યુ થયું છે. આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અનેક જગ્યાએ વિજળી પડી હોવાની પણ ઘટનાઓ બની છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે, ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે રહેતા જીતેન્દ્રભાઈ ગલાભાઈ પરમાર સૌરાષ્ટ્રના રાજકોટ મુકામે ખેત મજૂરી અર્થે ગયા હતા. રાજકોટ મુકામે વરસાદના પગલે વીજળી પડતા જીતેન્દ્રભાઇ પરમારનું મોત થયું હતું. આ સમાચાર મળતાની સાથે જ પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. તેઓના મૃતદેહને માદરે વતન ભોજેલા ગામે લાવીને અંતિમવિધિ કરવામાં આવી હતી. જીતેન્દ્રભાઈનું આકસ્મિક મૃત્યુ થતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...