અકસ્માતમાં મોત:દેવગઢ બારીયાના ભડભા ગામ પાસે પુરઝડપે આવતા એક બાઇક ચાલકે બીજા બાઇકને ટક્કર મારી, એક યુવકનું મોત

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવગઢ બારીયા પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી

દાહોદના દેવગઢ બારીયાના ભડભા ગામ પાસે પુરઝડપે હંકારતા એક બાઇક ચાલકે બીજા બાઇકને ટક્કર મારતાં બાઈક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃતકના કાકાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

દેવગઢ બારીયા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, તારીખ 4 જૂનના રોજ એક યુવક પોતાનું બાઇક નં(GJ-06-DF-2773)લઇને દેવગઢ બારીયા તરફ અંગત કામે જઇ રહ્યો હતો. ત્યારે ભડભા ગામ નજીક અન્ય એક બાઇક નં(GJ-17-Q-311)ના ચાલકે પોતાનું બાઇક ગફતલરીતે હંકારીને પ્રથમ બાઇક ચાલકને ટક્કર મારી હતી. જેમાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

યુવકને માથાના ભાગે ઇજાઓ પહોંચતા 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ. આ અંગે મૃતક યુવકનાના કાકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...