કિશોરીનું અપહરણ:ગરબાડાના પાટીયાઝોલ ગામનો યુવક લગ્નની લાલચે સગીરાને ભગાડી જતાં પોલીસ ફરિયાદ

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તરૂણીના પિતાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામનો યુવક તા. 20 એપ્રિલના રોજ બપોરના 12 વાગ્યાના અરસામાં ગરબાડા તાલુકાની એક 17 વર્ષીય તરૂણીને લલચાવી ફોસલાવી અપહરણ કરીને લઇને નાસી જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામનો યુવક અંકિત પ્રકાશ બારીયા ગરબાડા તાલુકાની જ એક કિશોરીનું અપહરણ કરીને લઇને નાસી જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. આ બાબતની જાણ થતાં તરૂણીના પરિવારે શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

શોધખોળ દરમિયાન પાટીયાઝોલ ગામનો અંકીત પ્રકાશ બારીયા પોતાની પત્ની તરીકે રાખવા તરૂણીને ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તરૂણીના પિતાએ અંકીત પ્રકાશ બારીયા વિરૂદ્ધ ગરબાડા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...