ક્રાઇમ:પંચમહાલના યુવકે ત્રણ જણાં સાથે જીપમાં આવી બારિયાથી યુવતીનું અપહરણ કર્યું

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની તરીકે રાખવા બળજબરીપૂર્વક ઉપાડી અપહરણ કરી ગયો
  • યુવતીના​​​​​​​ ભાઇએ યુવક સહિત ચાર સામે ગુનો દાખલ કરાવ્યો

પંચમહાલ જિલ્લના યુવકે ત્રણ વ્યક્તિઓ સાથે બોલેરો ગાડીમાં આવી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાંથી એક 20 વર્ષિય યુવતિનું પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. આ સંદર્ભે યુવતીને ભાઇએ ચાર સામે અપહરણનો ગુનો નોંધાવ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાના વાડી માતરીયા ગામનો રાકેશભાઇ સુખદેવભાઇ હરીજન તથા તેની સાથેના અન્ય ત્રણ જેટલા વ્યક્તિઓ તા.15મી નવેમ્બરના રોજ બપોરના 1:00 વાગ્યાના અરસામાં બોલેરો ગાડીમાં આવી દેવગઢ બારિયા તાલુકામાંથી એક 20 વર્ષની યુવતીને પોતાની પત્ની તરીકે રાખવામાં માટે બળજબરી પૂર્વક ઉપાડી બોલેરો ગાડીમાં અપહરણ કરી લઇ ગયો હતો. આ સંદર્ભે યુવતીને ભાઇએ અરપણકર્તા રાકેશ સુખદેવ હરીજન તથા તેની સાથેના ત્રણ સામે પીપલોદ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળના ચક્રો ગતિમાન કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...