દાહોદની યુવતીને યુવક દ્વારા ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બિભત્સવાણી અને ફોટાઓ અપલોડ કરી રૂપિયાની માંગણી કરી ઓનલાઈન સ્ટોકીંગના ગુનામાં દાહોદ બી. ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો. દાહોદની યુવતીના ફોટોગ્રાફ્સ લઈ અજાણ્યા ઈસમો દ્વારા સોશિયલ ચેટિંગ એપ્લિકેશન પર ફેક આઈડી બનાવી તેના ડીપી તથા સ્ટોરી પર મૂકી વાયરલ કર્યા હતાં. રૂા. ત્રણ લાખ બળજબરીથી કઢાવી લેવા માટે જુદા જુદા માધ્યમથી લેટરોમાં બિભિત્સ શબ્દો લખી તથા યુવતીના અંગત ફોટોગ્રાફ તેના સગા સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળમાં કુરિયર તથા ટપાલ મારફતે મોકલ્યા હતાં.
યુવતીનો ઓનલાઈન પીછો કરતા આ સંબંધે યુવતી દ્વારા દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ દાહોદ બી. ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો અને આ સમગ્ર કારસ્તાન મધ્યપ્રદેશના ભાભરા જિલ્લામાં ચંદ્રશેખર આઝાદ નગરમાં રહેતો પ્રભાત રાજારામ બરમન દ્વારા આચારવામાં આવ્યું હોવાનું પોલીસ સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક મધ્યપ્રદેશ જઈ પ્રભાત બરમનની અટકાયત કરી દાહોદ ખાતે લઈ આવી હતી જ્યારે પોલીસે પ્રભાતના સાથી મિત્ર મધ્ય પ્રદેશના આગર ગામના સૌરભ વિનોદભાઈ વ્યાસની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.