કોરોના સંક્રમણ:અમદાવાદ નોકરી કરતા દાહોદના યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણ - Divya Bhaskar
કોરોના સંક્રમણ
  • દાહોદમાં સળંગ ત્રીજા દિવસે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

દાહોદ જિલ્લામાં ધીમે-ધીમે કોરોનાનો પ્રકોપ ફરી વધતો જોવા મળી રહ્યો છે. સળંગ ત્રીજા દિવસે કોરોના પોઝિટિવનો વધુ એક કેસ નોંધાયો હતો. જેમાં અમદાવાદ નોકરી કરતો અને દાહોદમાં રહેતા યુવકને રાજસ્થાન જવાનું હોવાથી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં યુવકનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસ ફરીથી આવવાના શરૂ થયા છે પરંતુ પ્રજા બેફિકર જોવા મળી રહી છે. રવીવારે પોઝિટિવ આવેલો દાહોદ શહેરનો યુવક અમદાવાદ નોકરી કરે છે. આ યુવક 31મી તારીખે અમદાવાદથી દાહોદ આવ્યો હતો. કોઇ કામ માટે તેને રાજસ્થાન જવાનું હતું.

જેથી કોઇપણ પ્રકારના લક્ષણ ન હોવા છતાં કોરોનાનું સર્ટિફિકેટ પોતાની પાસે રાખવા માટે તેણે આરટીપીઆર ટેસ્ટ કરાવ્યો હતો. રવીવારે રિપોર્ટ આવતાં તે પોઝિટિવ હોવાનું સામે આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...