બેદરકારીથી મોત:દાહોદના દેવગઢ બારીયાના કાળી ડુંગરીમા પ્લેટો નીચે દબાઈ જતાં યુવકનું મોત

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા બનતાં પાણીના ટાંકા નીચે ઉભો હતો ત્યારે જ ઉપરથી પ્લેટો ફેંકાઈ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે નવીન બનતી પાણીની ટાંકા ઉપરથી પ્લેટો નીચે ફેંકવામા આવતી હતી. એક વ્યક્તિ ઉપર આ પ્લેટો પડતાં પ્લેટો નીચે દબાઈ જવાથી વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ.

નવીન પાણીના ટાંકા પરથી શ્રમિકોએ પ્લેટો ફેંકી
ગત તા.11 મી સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુગંરી ગામે નવીન પાણીના ટાંકો બનાવવાની કામગીરી ચાલતી હતી.તે દરમિયાન નીચે જોયા વિના જ કામદારો દ્વારા ટાંકા ઉપરથી પ્લેટો નીચે ફેંકવામાં આવતી હતી. તે સમયે ટાંકાની નીચે કાળીડુંગરી ગામે વેડ ફળિયામાં રહેતાં વિનોદભાઈ ધનાભાઈ પટેલ ઉભા હતા.વિનોદભાઈ ઉપર અકસ્માતે પ્લેટો પડતાં તેઓ નીચે દબાઈ જતાં તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી અને પરિણામે તેમનુ મોત નીપજ્યું હતું.

મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ કરી
આ સંબંધે કાળીડુંગરી ગામે વેડ ફળિયામાં રહેતાં કલસીંગભાઈ ધનાભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...