ભાસ્કર વિશેષ:મહિલાઓને તેમના હકો-કાયદાકીય ઉપાયોની સમજ આપતું નારી સંમેલન યોજવામાં આવ્યું

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદમાં મહિલાઓને ગં. સ્વ. સહાય, વ્હાલી દીકરી સહિતની યોજનાઓના મંજૂરીપત્રો અપાયા

ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, દાહોદનાં સયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે મહિલાઓને તેમના હકો, કાનુની અધિકારો અને શોષણ સામેના કાયદાકીય ઉપાયોની સમજ આપતું નારી સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા પણ સહભાગી થયા હતા. કાર્યક્રમમાં રાજ્ય સરકારની નારીકલ્યાણલક્ષી યોજનાઓના મંજૂરીપત્રકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

પંડિત દીનદયાલ સભાગૃહમાં ઉપસ્થિત મહિલાઓને સંબોધન કરતાં વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાએ જણાવ્યું કે, મહિલાઓએ પોતાની સુષુપ્ત શક્તિઓને ઓખળવી જોઇએ અને તેને બહાર લાવીને નારીશક્તિકરણની દિશામાં આગળ વધવું જોઇએ. જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલાએ જણાવ્યું કે, મહિલાઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે ત્યારે નારી પોતાની ક્ષમતાઓને ઓળખે અને નવી ક્ષિતિજોને આંબવા સતત પ્રયાસરત રહે એ મહિલા સશક્તિકરણ માટે ખૂબ જરૂરી છે.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલે પણ મહિલાઓના હક-અધિકારની તેમજ મહીલા સશક્તિકરણની વાત કરી હતી. નારી સંમેલનમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ગંગા સ્વરૂપ સહાય યોજના, વ્હાલી દિકરી યોજના સહિતની યોજનાઓના મંજૂરીપત્રો મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ વેળાએ ડીડીઓ તેજસ પરમાર, જિલ્લા કારોબારીના અધ્યક્ષ જિથરાભાઇ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ઉપપ્રમુખ, દાહોદનાં તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરી, નારી સંરક્ષણગૃહનાં ચેરપર્સન રજંનબેન તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...