સામાજિક ઝઘડો:પતિના મારથી ત્રસ્ત મહિલાને બાળક સાથે પિયર પહોંચાડાઇ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા બે દિવસથી દાહોદમાં બેઠી હતી

ઝાલોદ તાલુકામાં પરણાવેલી સજલીબેન નામક મહિલાને પતિ નશો કરીને મારઝૂડ કરતો હતો. આ બાબતથી ત્રાસી ઉઠેલી સજલીબેન તેના અઢી વર્ષના બાળક સાથે ઘરેથી નીકળી ગઇ હતી. દાહોદ આવી પહોંચેલી સજલીબેન સ્ટેશન રોડ ઉપર બાળક સાથે બે દિવસથી બેઠી હોવાનું લોકોએ જોયુ હતું. જેથી 181 મહિલા અભયમને જાણ કરવામાં આવી હતી.

અભયમની ટીમ પહોંચતા મહિલા અને બાળક ભૂખ્યુ હોવાથી તેમને જમાડવામાં આવ્યા હતાં. પૂછપરછ કરતાં મહિલાએ આપવિતી વર્ણવી હતી પરંતુ તેણે ક્યાંય જવાની ના પાડી તેના હાલ ઉપર છોડી દેવાનું જણાવ્યુ હતું. જોકે, અભયમની ટીમની સમજાવટ બાદ તે પિયર જવા રાજી થઇ હતી. અંતે અભયમની ટીમે મહિલા અને તેને બાળકને પિયરમાં સહિસલામત પહોંચાડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...