દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવાફળિયામાં રહેતો મનોજકુમાર ઉદેસીંગભાઇ રાઠોડ તથા તેના ભાભી કાળીબેન ગોપાલભાઇ રાઠોડ મોટર સાયકલ ઉપર દાદૂર ગામે ચાંદલો મુકવા જવા નિકળ્યા હતા. તે દરમિયાન બપોરના બે વાગે ભરસડા ગામે હિગળાજ માતાજીના મંદિર નજીક મોટર સાયકલના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પાછળથી અથડાવી અકસ્માત કરી નાસી ગયો હતો.
અકસ્માતમાં બંને મોટર સાયકલ ઉપરથી પટકાયેલા કાળીબેનને માથા તેમજ શરીરે ગંભીર ઇજાઓ થથાં લોકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતુ અને 108ને જાણ કરી કાળીબેનને ગરબાડા સરકારી દવાખાને લઇ જવાયા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે કાળીબેનનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે મનોજકુમાર ઉદેસીંગભાઇ રાઠોડે અકસ્માત કરી નાસી ગયેલા બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.