હુમલો:રસ્તે જતી મહિલાને બાઇક અડી જતાં ચાલક પર પાઇપથી હુમલો

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખોખરા ગામના ચાર લોકોએ હુમલો કરી ઘાયલ કર્યો

ખોખરા ગામે રસ્તે જતી મહિલાને બાઇક અડી જતાં ચાલકને પકડી પાડી લોખંડની પાઇપ તથા લાકડીઓ મારી ઇજા પહોંચાડી લોહી કાઢી નાખી ઘાયલ કર્યો હતો. તેમજ મોટર સાયકલની પણ તોડફોડ કરી નુકસાન કર્યુ હતું. આ સંદર્ભે યુવકને પિતાએ હુમલાખોરો સામે ધાનપુર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

ધાનપુર તાલુકાના ઘડા ગામનો કલ્પેશભાઇ રતનસિંહ બારિયા પોતાની મોટર સાયકલ લઇને ઘરો જતો હતો. તે દરમિયાન ખોખરા ગામે જલારામ મંદિર નજીક કાચા રસ્તે જતી એક મહિલાને કલ્પેશની મોટર સાયકલ અડી જતાં ખોખરા ગામના બળવંતસિંહ જોખનાભાઇ, ધર્મેશભાઇ બળવંતસિંહ, પુષ્પેન્દ્રભાઇ જોખનાભાઇ તથા મહાવીરસિંહ બળવંતસિંહ તમામ જાતે તડવીએ કલ્પેશને પકડી પાડી બળવંતે તેના હાથમાની લોખંડની પાઇપનો માથાના ભાગે ફટકો મારી લોહી કાઢી નાખી ઘાયલ કર્યો હતો.

તેમજ ધર્મેન્દ્રસિંહ તડવીએ લાકડી મારી ગળાના ભાગે ફ્રેક્ચર કરી તેમજ તમામે બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગડદાપાટુનો મુઢ માર મારી ઇજા પહોચાડી હતી. તથા મોટર સાયકલની પણ તોડફોડ કરી નુકસાન કરી નાસી ગયા હતા. આ સંદર્ભે રતનસિંહ બળવંતસિંહ બારીયાએ હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં ધાનપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...