તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાગો મતદાર જાગો:દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

દાહાેદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક

દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજ રોજ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી વિજય ખરાડીએ આ તકે ભારતીય લોકશાહી, બંધારણ, ચૂંટણી અને મતાધિકાર બાબતે સરસ માહિતી આપી હતી. તેમણે મતદાતા જાગૃતિ અંગે વિશદ ચર્ચા કરી હતી અને યુવાનોની લોકશાહી દેશમાં ભૂમિકા વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુવાનોએ મતદાર યાદીમાં નામ નોંધાવવું, ચકાસવું તેમજ ચુંટણી પંચ દ્વારા આપવામાં આવતી વિવિધ સુવિધાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા નોડલ અધિકારી(svap) કાજલબેન દવેએ મતદાતા જાગૃતિ અંગે ખૂબ જ અગત્યની માહિતી આપી હતી. ઉપરાંત કોલેજના આચાર્ય ડો. બી.સી. ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમની આભાર પ્રવચન જિલ્લા શિક્ષણ નિરીક્ષક સુરેશ મેડાએ કર્યું હતું. મતદાર યાદીમાં નામ સૂધારણા, ઉમેરવા, ચકાસણી કરવા કે બાદ કરવા, સ્થળાંતર વગેરે બાબતે ઉપસ્થિત નાગરિકોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો