દારૂના વેપલા સામે લાલ આંખ:વાંકોલ ગામેથી ગાડીમાં લઈ જવાતો રૂ. 2 લાખથી વધુનો દારૂ ઝડપાયો, ગાડી સહિત રૂ. 7 લાખનો મુદ્દામાલ જપ્ત

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલક પોલીસ જોઈને છૂમંતર, લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વાંકોલ ગામેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીની તપાસ હાથ ધરી હતી. જેમાંથી રૂા. 2 લાખ 8 હજાર 512ના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત દારૂની સાથે ગાડી મળીને પોલીસે કુલ રૂા. 7 લાખ 8 હજાર 512નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જો કે પોલીસને ચકમો આપી ગાડીનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો.

ઝાલોદ પોલીસે મળેલી બાતમીના આધારે પોલીસે ઝાલોદ તાલુકાના વાંકોલ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી હતી. તે સમયે બાતમીમાં દર્શાવેલી એક ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ત્યારે પોલીસને દૂરથી જોઈ ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી સ્થળ પર ગાડી મૂકી નાસી ગયો હતો.

પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ 1680 બોટલો કિંમત રૂા. 2 લાખ 8 હજાર 512નો જથ્થો મળી આવ્યો હતો. સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. 7 લાખ 8 હજાર 512નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. ફરાર ગાડીના ચાલક વિરૂદ્ધ પોલીસે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...