વાન ભડકે બળી:દાહોદના ગરબાડા પાસે બાયપાસ પર ઉભેલી વાનમા આગ લાગતા બળીને ખાખ થઇ ગઇ

દાહોદ18 દિવસ પહેલા
  • ચાલક કે મુસાફરો કારમાં ન હોવાથી જાનહાનિ ટળી

દાહોદ જિલ્લાના ગરબાડામાં બાયપાસ ઉપર એક વાનમાં આકસ્મિક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આખી વાન આગની જ્વાળાઓની લપેટમાં આવી જતાં વાન સંપુર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, સદ્‌નસીબે આ આગની ઘટનામાં કોઈને કોઈપ્રકારની જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આજરોજ બપોરના સમયે ગરબાડા બાયપાસ ખાતે રામદેવ મંદિર પાસે રસ્તાની સાઈડમાં ઉભેલી એક મારૂતી વાનમાં અચાનક આગી લાગી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખે આખી મારૂતી વાન આગની અગન જ્વાળાઓની લપેટમાં આવી જતાં સંપુર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ હતી.

ગાડીમાં કોઈ ન હોવાને કારણે મોટી જાનહાનિ થતી ટળી હતી. જાણવા મળ્યાં અનુસાર, આ મારૂતી વાન ગાંગરડીથી દાહોદ આવતી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...