તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોલમાલ:દાહોદમા વેપારીને તેલના ડબ્બા લેવાની વાતે ચઢાવી બે ગઠીયા 35 હજારનુ પાકીટ તફડાવી છુમંતર

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેજાબાજોના ગયા પછી ગલ્લામા જોતા જાણ થઈ

દાહોદના ગોદી રોડ પર એક દુકાનમાં બે અજાણ્યા ઈસમો આવી તેલના ડબ્બા લેવાનું કહી એકે દુકાનદાર અને તેના સંબંધીને વાતોમા ગુચવી દીધા હતા.બીજાએ દુકાનના ગલ્લામાંથી રોકડા રૂપીયા 35050નું પાકીટ લઈ અજાણ્યા ચોર ઈસમો ફરાર થઈ જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

દાહોદના ગોદી રોડ પાસે ઉકરડી રોડ ઉપર આવેલા સી.ટી. સેન્ટર જાંબુઘોડા એન્ટર પ્રાઈઝની દુકાનમાં બે અજાણ્યા ચોર ઈસમો આવ્યાં હતાં .તેલના ડબ્બા લેવાનું કહી દુકાનના માલિક શબ્બીરભાઈ અબ્દુલહુસેન જાંબુઘોડાવાલા અને તેના સ્વજન સાથે બે અજાણ્યા ચોર ઈસમો વાતચીત કરવા લાગ્યાં હતાં. આ દરમ્યાન એક ઈસમે દુકાનના ગલ્લામાં મુકી રાખેલ રોકડા રૂપીયા 35050 નું પાકીટ કાઢી લીધું હતું.

આ બાદ બંન્ને અજાણ્યા ચોર ઈસમો ત્યાંથી નાસી ગયાં બાદ શબ્બીરભાઈએ દુકાનમાં જાેતા રોકડા રૂપીયા ભરેલ પાકીટ ગાયબ હતું અને દુકાન ઉપર આવેલ અજાણ્યા ઈસમો ઉપર શંકા જતાં આ મામલે સબ્બીરભાઈ અબ્દુલહુસેન જાંબુઘોડાવાલાએ દુકાનમાં આવેલ અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...