તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:દાહોદ શહેરના 10 સહિત કોરોનાના કુલ 20 કેસ

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • દાહોદ જિલ્લામાં શુક્રવારે પણ કોરોના સંક્રમિતોના આંકમાં પારાવાર વૃદ્ધિ નોંધાઈ
 • સાવચેતીના ભાગરૂપે આરોગ્ય તંત્ર દ્વારા માસ્ક,રસીકરણ સહિતની પ્રક્રિયા આરંભાઈ

શુક્રવારે પણ દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં શુક્રવાર તા.26 માર્ચના રોજ Rtpcr ટેસ્ટના 580 સેમ્પલો પૈકી તમામ 20 પોઝિટિવ નોંધાયા હતા. તો રેપીડના 1665 સેમ્પલો પૈકી 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. નોંધાયેલ નવા કેસ‌ પૈકી દાહોદ શહેરના 10, ઝાલોદ ગ્રામ્યના 3 અને દાહોદ ગ્રામ્ય, ઝાલોદ અર્બન, દેવગઢ બારીયા અર્બન, લીમખેડા, ગરબાડા, ફતેપુરા અને સંજેલીના 1-1 કેસ પોઝિટિવ નોંધાયા હતા.

આ સાથે જિલ્લામાં સાજા થયેલા 10 લોકોને ડિસ્ચાર્જ કરાતા હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 146 થઇ છે. દાહોદ શહેર અને જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોણાનું સંક્રમણ બેહદ માત્રામાં વધતા આરોગ્ય તંત્ર દ્વારા માસ્ક અને રસીકરણ સહિતની પ્રક્રિયા આરંભાઈ છે.

દાહોદ જિલ્લા પંચાયત તમામ તાલુકા કક્ષાએ કોવિડ-19 કેર સેન્ટર શરૂ કરશે
​​​​​​​
હાલ કોવિડ-19 ના બીજા સંક્રમણની પરિસ્થિતિને જોતાં કોરોનાના કેસોની સંખ્યા મોટા પ્રમાણમાં વધતી હોય તેમ જણાય છે.જે ધ્યાને રાખતા ભવિષ્યમાં થનાર પરિસ્થિતિને પહોંચી વળવા માટે દાહોદ જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ તરફથી સૂચના અપાઇ છે. સેન્ટરમાં જરૂરી સ્ટાફ, ઈન્ફાસ્ટ્રકચર, દવાઓ તથા કોવિડના દર્દીને કોવિડ-19 ગાઈડલાઈન મુજબ સુવિધા પુરી પાડવાની વ્યવસ્થા કરવા સાથે તેનો અમલ શરૂ કરવા સૂચના અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો