LCBની કાર્યવાહી:સીંગવડમાં કોલ્ડ્રિંક્સની દુકાનની આડમાં ધમધમતી દારૂની હાટડી ઝડપી પડાઇ

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનમાંથી 22 બોટલો મળી : સાંપોઇમાં પીછો કરતાં અલ્ટોમાંથી 360 બોટલો મળી

સીંગવડ ગામમાં કોલ્ડ્રિંક્સની દુકાનની આડમાં ધમધમતી દારૂની હાટડી એલસીબીએ ઝડપી પાડી હતી. કોલ્ડીંક્સની દુકાનમાંથી રૂા. 26,310ની 22 નંગ દારૂની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત સાંપોઇ ગામે પણ એલ્ટો કારમાંથી રાજસ્થાનથી લવાતી વિદેશી દારૂની 360 બોટલો ઝડપાઇ હતી.

સીંગવડ ગામના મેઇન બજારમાં પીપલોદ રોડ ઉપર નવરંગ કોલ્ડ્રીંક્સ નામક દુકાનમાંથી વિદેશી દારૂનું વેચાણ થઇ રહ્યું હોવાની બાતમી એલસીબી પી.આઇ બીડી શાહને મળી હતી. એસ.પી બલરામ મીણાના માર્ગદર્શનમાં એલીસીબી પીએસઆઇ એમ.એફ ડામોર, પીએસઆઇ એન.એન પરમાર સહિતની ટીમે ગીરવત ઉર્ફે ગીરીયો રણજીતસિંહ બારિયાની ઠંડાપીણાની દુકાને રેડ કરી હતી.

દુકાનમાં તપાસ દરમિયાન એલસીબીના સ્ટાફને દારૂ તેમજ બિઅરની 222 નંગ બોટલો મળી આવી હતી. રૂા. 26,310નો દારૂ અને બિઅરનો જથ્થો જપ્ત કરીને રણધિકપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે ગીરવત સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા દારૂને રોકવા માટે એલસીબી પી.આઇ બી.ડી શાહ સહિતની ટીમ પેટ્રોલિંગમાં નીકળતાં જીજે-20-એક્યુ-3569 નંબરની શંકાસ્પદ અલ્ટો કારનો પીછો કરાયો હતો.

સાંપોઇ ગામના ત્રણ રસ્તે કારને આંતરીને તેમાં સવાર ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામના પેટપડા ફળિયાના હાર્દીક ઉર્ફે દીલીપ રાકેશ વસૈયા અને પારેવા ગામના બાદલ શશીકાન્ત હઠીલાને રાઉન્ડઅપ કરાયા હતાં. કારની તલાશી દરમિયાન તેમાંથી રૂા. 34,800ની વિદેશી દારૂ અને બિઅરની 360 બોટલો મળી આવી હતી. દારૂનો આ જથ્થો રાજસ્થાનના મોનાડુંગરના ઠેકેથી લવાયો હોવાની કબૂલાતના આધારે ઝાલોદ પોલીસે ત્રણે સામે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...