દુર્ઘટના:પીછોડા ગામમાં કેરી તોડવા ચઢેલી કિશોરી પટકાતાં મોત

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

સંજેલીના પીછોડા ગામે આંબાના ઝાડ પર કેરીઓ તોડવા ચડેલા 12 વર્ષની કિશોરી આંબાના ડાળ તૂટતાં નીચે પટકાતાં માથાના ભાગે ઈજાઓ થતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પીછોડા ગામે દિનેશભાઈ રૂમાલભાઈ સંગાડાની 12 વર્ષીય પુત્રી સોનલ ગત તા.2 જૂનના રોજ પોતાના ઘર પાસેના આંબાના ઝાડ પર ચડી કેરીઓ તોડી રહી હતી.

તે દરમિયાન અચાનક આંબાની ડાળ તુટી જતાં સોનલ ઝાડ પરથી નીચે પટકાતાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે સંજેલી સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. સંજેલી પોલીસ મથકે જાણ કરતાં અકસ્માતે મોતના ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...