તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઝાલોદ બસ સ્ટેશને ચોરીના મોબાઇલ વેચવાની ફિરાકમાં ઉભેલો કિશોર ઝબ્બે

દાહોદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ~40,000ના ચાર મોબાઇલ સાથે LCBએ ઝડપી લીધો
 • લીમખેડા, ઝાલોદ અને લીમડીમાંથી ચોરી કર્યાની કબૂલાત

દાહોદ એલ.સી.બી.એ ઝાલોદ બસ સ્ટેશન પાસે ચોરીના મોબાઇલ વેચવા માટે ઉભેલા કિશોરને બાતમી આધારે ઝડપી પાડ્યો હતો. કિશોર પાસેથી રૂપિયા 40 હજારના મુદ્દામાલ રિકવર કર્યો હતો.દાહોદ એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહ તથા પી.એસ.આઇ. પી.એમ.મકવાણા અને સ્ટાફ ગતરોજ ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગનાઓની શોધમાં પેટ્રોલીંગમાં હતા.

ત્યારે એક કિશોર ચોરીના શંકાસ્પદ મોબાઇલ વેચવાની ફિરાકમાં ઝાલોદ બસ સ્ટેશનની બહાર ચાની લારી ઉપર ઉભો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલ.સી.બી.એ આયોજનબધ્ધ વોચ ગોઠવી ચાની લારી ઉભેલ કિશોરને શંકાસ્પદ એન્ડ્રોઇડ મોબાઇલ સાથે ઝડપી પાડ્યો હતો. કિશોરની પુછપરછ કરતાં લીમખેડા, ઝાલોદ અને લીમડીમાંથી મોબાઇલ ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. કિશોર પાસેથી ચાર મોબાઇલ જેની કિંમત રૂપિયા 40,000નો મુદ્દામાલ રિકવર કરી ચાર અનડિટેક્ટ ગુનાઓ ડિકેક્ટ કરવામાં એલ.સી.બી.ને સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો