• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Tanker Loaded With Biodiesel Was Seized From A Hilly Village In Fatehpura And A Sample Of The Liquid Was Sent For Investigation.

શંકાસ્પદ હાલતમાં ટેન્કર ઝડપાયું:​​​​​​​ફતેપુરાના ડુંગરા ગામેથી બાયોડીઝલ ભરેલું ટેન્કર પકડાયું, પ્રવાહીનું સેમ્પલ તપાસ અર્થે મોકલાયું

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શંકાસ્પદ બાયોડીઝલ ભરેલા ટેન્કરને જપ્ત કરી પોલીસ સ્ટેશને મુકી દેવામાં આવ્યું

ફતેપુરા પોલીસની ટીમ દ્વારા ફતેપુરાના ડુંગરા ગામેથી એક શંકાસ્પદ ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું હતું. તેમાં શંકાસ્પદ બાયોડિઝલ હોવાનું જણાતા ફતેપુરા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી. ફતેપુરા પુરવઠા વિભાગે ટેન્કર જપ્ત કરી તેને સીલ કરી પ્રવાહીને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું.

ફતેપુરા તાલુકાના ડુંગરા ગામેથી ફતેપુરા-ઘુઘસ રોડ પરથી શંકાસ્પદ હાલતમાં બાયોડીઝલનું ટેન્કર ફતેપુરા પીએસઆઇ અને તેની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ટેન્કર બાબતે ફતેપુરા પુરવઠા વિભાગને જાણ કરાતાં ફતેપુરા મામલતદારના માર્ગદર્શનમાં ફતેપુરા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર, પુરવઠા અને તેની ટીમ સ્થળ પર પહોંચી હતી.

જેમાં જરૂરી કાર્યવાહી કરી જથ્થાને સીઝ કરીને બાયોડીઝલ ભરેલા ટેન્કરને જપ્ત કરી પોલીસ સ્ટેશને મુકી દેવામાં આવ્યું હતું. તેમાં ભરેલું પ્રવાહી તપાસ અર્થે રિપોર્ટ કરવા જિલ્લા પુરવઠા અધિકારી દાહોદને મોકલી આપવામાં આવ્યું હતું. જેનું સેમ્પલ ગુજરાત ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ અર્થે પણ મોકલી આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...