• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Successful Delivery Was Made At Rabdal Health Center Near Dahod Despite The Baby Being Upside Down In The Pregnant Woman's Stomach

જોખમી પ્રસૂતિ સફળ:દાહોદ પાસે રાબડાલ હેલ્થ સેન્ટરમાં સગર્ભાના પેટમાં બાળક ઉંધુ હોવા છતાં સફળ પ્રસુતિ કરાઈ

દાહોદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબીબોએ જોખમી પ્રસૂતિ કરી માતા અને બાળકને નવજીવન આપ્યું
  • પ્રસુતિ બાદ બાળક હિલચાલ ના કરતા તેને લાઈફ સેવીગ પ્રોસીઝર અનુસરીને કટોકટીમાંથી બચાવી લીધો

દાહોદના રાબડાલ ખાતેના હેલ્થ અને વેલનેશ સેન્ટરમાં સગર્ભાના પેટમાં બાળક ઉંધુ હોવા છતાં સફળ પ્રસુતિ કરાવી હતી. જોખમી પ્રસુતિને સફળતાપૂર્વક કરી બાળક અને માતાને નવજીવન આપ્યું હતું. આરોગ્યકર્મીઓએ ખૂબ જહેમત સાથે પ્રસુતિ બાદ બાળક હિલચાલ ના કરતા તેને લાઈફ સેવીગ પ્રોસીઝર અનુસરીને કટોકટીમાંથી બચાવી લીધો હતો.
બે દિવસ પહેલાં જાણ થઈ કે પેટમાં બાળક ઉંધુ છે
દાહોદના મુવાલિયા ખાતે સગર્ભા જેઓ બે દિવસ પહેલા એક ખાનગી દવાખાનામાં બતાવવા ગયા હતા. જેમાં તપાસમાં જણાવવામાં આવ્યું કે, બાળક ઊંધુ છે. સામાન્ય રીતે બાળક જન્મ સમયે માથું બહાર આવતું હોય છે પણ આ બાળક થાપાનાં ભાગે હતું. આ મહિલાની પ્રથમ પ્રસૂતિ હોઇ માતા તેમજ બાળક માટે જોખમી હતું. ખાનગી દવાખાનામાં જણાવવામાં આવ્યુ કે, જો બાળક ચત્તુ થઇ જાય તો નોર્મલ પ્રસુતિ થશે. બાકી ઓપરેશન થકી બાળકને ઉપરથી લેવું પડશે.
વગર ઓપરેશને પ્રસૂતિ કરાવવામા આવી
સગર્ભાને તેમના સગા વહાલાઓ તેમને હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર રાબડાલ ખાતે લાવ્યા હતા. ત્યાં એન.પી.એમ તરીકે ફરજ બજાવતા પ્રદીપભાઇ પંચાલે સગર્ભાનો સોનોગ્રાફી રીપોર્ટનો અભ્યાસ કર્યો. જેમાં બાળક અને માતાની બર્થ કેનાલનાં ડાયામિટર ક્રોસ ચેક કર્યુ. ત્યારબાદ સગર્ભાના કુટુંબીજનોને માતા અને બાળકની પરિસ્થિતિ વિશે વાકેફ કર્યાં અને માતા તેમજ પરીવારજનોની સંમતિ લઈને માતાને અલ્ટરનેટીવ બર્થિગ પોઝિશન વિશે સમજાવ્યાં ત્યારબાદ માતાનું નજીકનું અવલોકન કરી બપોરે તબીબના માર્ગદર્શનમાં 3:32 કલાકે પ્રસુતિ કરાવી હતી.
લાઈફ સેવિંગ પ્રોસીજર કરી બાળકને બચાવી લીધું
પ્રસુતિ સમયે પોતાના તબીબોએ અનુભવથી સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી પણ પ્રસુતિ બાદ બાળકની કોઇ હિલચાલ જણાઇ નહીં. ત્યારે પ્રદીપ પંચાલ અને ખિલન પ્રજાપતિએ લાઇફ સેવિંગ પ્રોસિજર કર્યું અને બાળકને સ્થિર કરી તેને મોતના મુખમાંથી ઉગારી લીધું હતું. બાળકને વધુ સારવાર માટે 108 દ્વારા ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યું હતું. હાલ બાળક સ્વસ્થ હોઇ તેને નિયંત્રણ હેઠળ રાખવામાં આવ્યું છે.
સરકારી સેવાઓથી પરિવારજનો ખુશ
માતા અને તેમનાં સગાઓ જોડે વાત કરતા તેમને હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર રાબડાલની ઉત્તમ સેવાઓથી ખુશ થયા હતા. તેમને સમયસર પ્રસુતિની સારવાર મળવા બદલ હેલ્થ અને વેલનેશ સેંન્ટર, રાબડાલ તેમજ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...