ટીબી મુક્ત ગુજરાત અભિયાન:દાહોદ જિલ્લામાં ટીબીના કેસો શોધવા માટે ખાસ સરવે કરાશે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 45 દિવસ સુધી સરવેકરવામાં આવશે

ટીબી મુક્ત ગુજરાત અભિયાન 2022 અંતર્ગત ગુજરાતમાં તા.16-9-21થી 31-10-21 સુધી 45 દિવસ માટે ટીબીના કેસ શોધવા માટે એકટીવ કેસ ફાઈન્ડીંગ સર્વે કરશે.કલેકટ૨ ડો. હર્ષિત ગોસાવી, ડીડીઓ તેજસ પરમાર અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. સી. ડી. પટેલના માર્ગદર્શન હેઠળ માઈક્રોપ્લાનિંગ તૈયાર કરી આરોગ્ય વિભાગની વિવિધ ટીમો, આશા બહેનો, આરોગ્ય વર્કર ભાઈઓ અને બહેનો દ્વારા તમામ ઘ૨ની મુલાકાત લઈ ટીબી રોગના લક્ષણો વિશે પુછપ૨છ ક૨શે અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને નજીકના સામુહિક/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સ૨કારી હોસ્પિટલમાં વધુ નિદાન માટે મોકલવામાં આવશે. જો તે શંકાસ્પદ દર્દીને સધન તપાસ બાદ ટીબીનો રોગ માલુમ પડશે તો તેની સંપુર્ણ સા૨વા૨ ઘરે બેઠા વિનામૂલ્યે ક૨વામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...